રાજકોટ : નિવૃત પોલીસ કર્મી.નાં પુત્રનો આપઘાત

0
11
Share
Share

રાજકોટ, તા.૩૦

પોપટપરા રઘુનંદન સોસાયટીમાં રહેતા ભાવેશભાઈ રામભાઈ જામ (ઉ.વ.૩૩) નામના યુવાને પોતાના ઘરે ઉપરના રૂમમાં ગળાફાંસો ખાઈ લેતા પરિવારજનોને જાણ થતા તાત્કાલીક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો પરંતુ ફરજ પરના તબીબે જોઈ તપાસી ભાવેશભાઈને મૃત જાહેર કરતા પરિવારમાં આક્રંદ છવાઈ રહ્યો છે.

ઘટનાની જાણ થતા પ્ર.નગર પોલીસ મથકના એએસઆઈ હરેશભાઈ રત્નોતર સહિતનો સ્ટાફ હોસ્પિટલ દોડી ગયો હતો. મૃતક ભાવેશભાઈના પિતા રામભાઈ નિવૃત પોલીસ કર્મી હોવાનુ અને ભાઈ આરપીએફમાં ફરજ બજાવતો હોવાનુ જાણવા મળ્યું હતુ. ગઈકાલે યુવાન પોતાના ઘરે આવી પત્નિને નીચે પોતાના પુત્ર પાર્થ રમવા ગયા હતો તેને ઉપર લઈ આવવાનું કહિ પત્ની નીચે જતાની સાથે જ ભાવેશભાઈએ ગળાફાંસો ખાઈ આપઘાત કર્યાનુ પોલીસ પ્રાથમીક તપાસમાં જાણવા મળ્યું છે. પોલીસે ઘટનાની નોંધ કરી ભાવેશભાઈએ કયા કારણોસર આપઘાત કર્યો તેનુ કારણ જાણવા માટે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here