રાજકોટ : નશાની હાલતમાં બીએમડબલ્યુ કારના ચાલકે બાઇકને હડફેટે લેતા મનપાના પ્રૌઢ કર્મી.નું મોત

0
24
Share
Share

કાર ચાલક સ્વ. ભગવાનજીભાઇ પટેલના તબીબ પુત્ર સામે નોંધાતો સાપરાધ મનુષ્ય વધનો ગુન્હો

રાજકોટ તા. ૧૩

શહેરના રૈયા ગામે જુના વણકર વાસમાં રહેતા અને આરએમસીમાં નોકરી કરતા જેન્તીભાઇ પુંજાભાઇ રાઠોડ (ઉ.વ. ૪૫) નામના આધેડ ગઇકાલે રાત્રીના સમયે પોતાની નોકરી પરથી જીજે ૦૩ એલકે ૩૭૧૯ નંબરની બાઇક લઇને ભાવનગર રોડ પરથી ઘરે પરત ફરતા હતા. ત્યારે ભાવનગર રોડ અમુલ સર્કલ ચોકડી પાસેથી પુરઝડપે પસાર થઇ રહેલી જીજે ૧૨ એકે ૭૭૮૫ નંબરની બીએમડબલ્યુ કારના ચાલકે ફુલ સ્પીડમાં આવી પહેલા અમુલ સર્કલ સાથે ધડાકાભેર અથડાયા બાદ ત્યાથી અમુલ સર્કલના સરવૈયા હોલ તરફના રોડ કટીંગના ડીવાઇડર સાથે અથડાવી અને જેન્તીભાઇ રાઠોડની બાઇકને ઉલાળતા જેન્તીભાઇ બાઇક સહીત ફંગોળાયા હતા અને તેમને માથામાં કપાળમાં ગંભીર ઇજા કરતા જેન્તીભાઇનું લોહીલુહાણ હાલતમાં ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મોત નીપજયુ હતુ.આ અકસ્માતના બનાવની જાણ થતા ૧૦૮ના ઇએમટી કૌશિકભાઇ રાઠોડ અને પાયલોટ જૈમિતભાઇ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. અને થોરાળા પોલીસ મથકના પીઆઇ જી.એમ. હડીયા, ડી સ્ટાફ તેમજ પીએસઆઇ એચ.બી. વડાવીયા પણ ઘટના સ્થળે પહોંચી કારચાલકને સકંજામાં લીધો હતો.

કાર ચાલકની પુછપરછ કરતા પોતાનું નામ લકકીરાજ ભગવાનજીભાઇ અડવાળીયા (પટેલ) (રહે. મવડી પ્લોટ સ્વાશ્રય સોસાયટી-૪) વાળો હોવાનું જણાવ્યુ હતું તેમજ તેની સાથે કારમાં રહેલા ધર્મેશ કેશુ સોરઠીયા(ઉ.વ. ૩૨) (રહે. ગાંધી સોસાયટી મવડી પ્લોટ) ને ઇજા થતા સિવિલમાં ખસેડાયો હતો. આ અંગે થોરાળા પોલીસ મથકના પીએસઆઇ એચ.બી. વડાવીયા એ મૃતક જેન્તીભાઇના ભાઇ હાદર્ીકભાઇ ગોવિંદભાઇ રાઠોડ (ઉ.વ. ૨૪) (રહે. રૈયા ગામ) ની ફરીયાદ પરથી આરોપી લકકીરાજ અકવાળીયા વિરુધ્‌ધ ફરીયાદ નોંધી સકંજામાં લઇ પુછપરછ આદરી હતી. લકકીરાજે પુછપરછમાં કબુલાત આપી હતી કે પોતે મિત્રો સાથે ફાર્મ હાઉસમાં દારુની મહેફીલ માણી ઘર તરફ રાત્રે પરત ફરતા હતા. ત્યારે કાર ફુલ સ્પીડ કરતા અકસ્માત સર્જાયો હતો.

કણકોટ : વિજ કર્મી.ના બંધ મકાનમાંથી ૬ર હજારની મતાની ચોરી

શહેરના કાલોલ રોડ પર કણકોટ ના પાટીયા ગુજરાત હાઉસિંગ બોર્ડના કવાતરમાં રહેતા વીજ કર્મચારીના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી મકાનમાંથી રોકડ અને ઘરેણાં સહિત ૬૨ હજારની મત્તા ચોરી કરી ગયા હતાં.વીજ કર્મચારી પરિવાર સાથે સરપદડ પોતાના ગામે ગયા હતા.દરમિયાન તેમના બે દિવસ બંધ રહેલા તેમના મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. ચોરીના આ બનાવની જણવા મળતી વિગતો મુજબ,કણકોટ પાટિયા પાસે ગુજરાત હાઉસિંગ બોર્ડ કવાટર્ર ન.૪૭૬ માં સુર્યવંદન હાર્ડવેરવાળી શેરીમાં રહેતા વીજ કર્મચારી રામજીભાઈ મોહનભાઇ મૂછડિયા  (ઉ.વ ૪૫) દ્વારા તાલુકા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, તેઓ પીજીવીસીએલમાં નોકરી કરે છે.ગત તા. ૯/૧ તેઓ પરિવાર સાથે પોતાના ગામ સરપદડ ગયા  હતા.તા.૧૧/૧ ના ઘરે પરત ફરતા મકાનના તાળા તૂટેલા  હોઈ કંઈક અજુગતું બન્યાની શંકાએ અંદર તપાસ કરતા કબાટની તિજોરી તોડી તેમાં રાખેલા સોના-ચાંદીના દાગીના તથા રોકડ રુ.૧૦ હજાર સહિત કુલ રુ.૬૨ હજારની મતા તસ્કરો ઉઠાવી ગયા હતા.બનાવ અંગે પોલીસ ફરિયાદ કરતા તાલુકા પોલીસે ચોરના સગડ મેળવવા તપાસ શરુ કરી  છે.બનાવની વધુ તપાસ પી.એસ.આઈ એ.જી.અંબાસણા ચલાવી રહ્યા છે.

રાજકોટ : નોકરી છોડયા બાદ નવી ન મળતા હતાશ યુવાનનો આપઘાત

શહે૨ના કોઠા૨ીયા મેઈન ૨ોડ પ૨ આવેલી ન્યુ સાગ૨ સોસાયટી બ્રહમાણી કૃપા મકાનમાં ૨હેતો મોહિત દીલીપભાઈ સોલંકી (ઉ.વ.૨૨)નામના દ૨જી યુવાને ૨ાત્રીના પોતાના ઘ૨ે છતના હુંકમાં સાડી બાંધી ગળેફાંસો ખાઈ લેતાં મોત  નિપજયું હતું. બનાવ અંગે ભક્તિનગ૨ પોલીસને જાણ ક૨તાં પોલીસે ઘટના સ્થળે દોડી  જઈ મૃતદેહને પોસ્ટમોટર્મ  માટે મોકલી  આગળની કાર્યવાહી ક૨ી હતી. આ અંગે મૃતક યુવાન મોહિતના પિતાના જણાવ્યાં મુજબ પોતે સિલાઈકામની દુકાન ધ૨ાવે અને સંતાનમાં  બે પુત્ર છે. જેમાં મોહિત મોટો હતો. તે  ગોંડલ ૨ોડ પ૨ વેલ્યુએશનની ઓફીસમાં નોક૨ી ક૨તો હતો. નોક૨ીમાં પગા૨ ઓછો પડતો હોવાથી દશેક દિવસ પહેલાં જ નોક૨ી મુકી દીધી હતી. એ પછી અન્ય જગ્યાએ નોક૨ી માટે ઈન્ટ૨વ્યું આપ્યાં હતાં  પ૨ંતુ કાંઈ મેળ ન પડતાં બે-ત્રણ દિવસથી ગુમસુમ ૨હેતો હતો. ગઈકાલે જુની નોક૨ીમાં બાકી ૨હેતો પગા૨ લઈ ૨ાત્રે ઘ૨ે આવ્યો હતો અને પગા૨ તેમના માતા ઉષાબેનના હાથમાં આપ્યો હતો. અને ઇન્સેટીવના ૩૦૦૦ હજા૨ જેવું  હજું બાકી હોવાનું પણ જણાવ્યું હતું એ પછી તે ઉપ૨ રુમમાં સુવા ગયો હતો.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here