રાજકોટ : નજીવી બાબતે ગળાફાંસો ખાતા તરૂણ ગંભીર, સારવારમાં ખસેડાયો

0
20
Share
Share

રાજકોટ તા. ૧૦

શહેરનાં કોઠારીયા રોડ પટેલ પાર્ક શેરી ૧માં રહેતા દર્શનગીરી વલ્લભગીરી ગૌસ્વામી (ઉ.વ. ૧૪) નામના તરૂણને તેમના નાનાભાઇ મીતગીરી સાથે પૈસા મામલે બોલાચાલી થતાં ઉશ્કેરાઇને રૂમમાં જઇ લોખંડના એંગલ સાથે ચુંદડી બાંધી ગળાફાંસો ખાઇ લેતાં નાનો ભાઇ જોઇ જતાં તેને બચાવીને અત્રેની સિવિલમાં ખસેડયો હતો.સ દર્શનગીરી ધો.૮માં ભણે છે. પિતા હયાત નથી. માતાનું નામ ચંદ્રીકાબેન છે. હાલ તેઓના મોટાબાપુ સાથે રહે છે. દર્શનગીરી બે ભાઇમાં મોટો છે. ગઇકાલે મોટાબાપુએ રૂ.૧૦ બંને ભાઇઓ વચ્ચે વાપરવા આપ્યા ત્યારબાદ નાનાભાઇએ પૈસા વાપરી નાખતા બંને વચ્ચે ઝઘડો થયો ને ગુસ્સે ભરાયેલા દર્શનગીરીએ ફાંસો ખાઇ લીધો હતો.

આ ઘટના અંગે આજીડેમ પોલીસ મથકનાં સ્ટાફે કાર્યવાહી આદરી હતી.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here