રાજકોટ: ડ્રાઈવરની સાથે ગાળાગાળી બાદ પાઈપ વડે બેફામ માર્યો

0
18
Share
Share

એસટીના કર્મચારી ઉપલેટા રાજકોટ રૂટની બસ લઈને આવતા હતા, કારચાલકે ભૂતખાના નજીક કાર આડી નાખી

રાજકોટ,તા.૧૭

રાજકોટમાં અસામાજિક તત્વોનો આંતક વધી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. અહીં છાસવારે કોઈના કોઈ માથાકૂટ થતી હોવાની ઘટનાઓ બનતી રહે છે. આવી જ એક લુખ્ખાગીરીની ઘટના બની છે. ઉપલેટાથી રાજકોટ આવતી એસટી બસના ડ્રાયવરને ભૂતખાના ચોકમાં પાઈપથી માર મારી અજાણ્યા શખ્સે ચાવી કાઢી લીધી હતી. મળતી માહિતી પ્રમાણે આજે શુક્રવારે ઉલપેતાથી રાજકોટ આવી રહેલી બસ ભૂતખાના ચોક પાસે પહોંચી હતી. જ્યાં કાર ચાલકે બસને આંતરીને ઊભી રાખી હતી. ત્યારબાદ બસના ડ્રાઈવરને ઉતારીને પાઈપ વડે માર માર્યો હતો. માર માર્યા બાદ ન ધરાયેલા અજાણ્યા વ્યક્તિએ બસની ચાવી કાઢીને ધમાલ મચાવી હતી. આ ઘટના અંગે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેના પગલે ભૂકખાતાના ચોક ખાતે બસ ડ્રાઈવરને માર મારનાર અને ધમાલ મચાવનાર કાર ચાલકને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા. રાજકોટ જિલ્લાના ઉપલેટા ખાતે રહેતા અને એસટીમાં ડ્રાયવર તરીકે ફરજ બજાવત રાજેન્દ્રભાઇ મેરામભાઈ પારધી નામના એસટીના કર્મચારી સાંજે ઉપલેટા રાજકોટ રૂટની એસટી બસ લઈને આવતા હતા ત્યારે એક કારચાલકે ભૂતખાના ચોક નજીક કાર આડી નાખી બસ ઉભી રખાવી ઝઘડો શરૂ કર્યો હતો. ડ્રાયવરને બસ નીચે ઉતારી ગાળો ભાંડી લોખંડના પાઈપથી માર માર્યો હતો. ઈજાગ્રસ્ત બસ ડ્રાઈવરને સિવિલ ખસેડાયોઃ ટ્રાફિકજામ સર્જી દીધો હતી ઘટનાને પગલે ઇજાગ્રસ્ત ડ્રાયવરને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. આ અંગે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા હુમલાખોર વિરુદ્ધ ફરજમાં રુકાવટ અને હુમલા અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. એપ્રિલ મહિનામાં જામનગરમાં મહિલા અને બસ ડ્રાઈવર વચ્ચે થઈ હતી બબાલઃ સૌરાષ્ટ્રના જામનગરમાં એક એસટી બસના ડ્રાઈવર અને મહિલા વચ્ચે જોરદાર બબાલ થઈ ગઈ. બસના ડ્રાઈવરે સાઈડ માગવા માટે હોર્ન મારતા આગળ કાર લઈને જઈ રહેલી મહિલાએ પિત્તો ગુમાવ્યો હતો અને કારમાંથી ઉતરીને બસમાં ચડી ગઈ હતી. પછી તો તેણે ડ્રાઈવર સાથે ઝઘડો કરવાનું શરૂ કરી દીધું હતું. આ દરમિયાન તેણે ડ્રાઈવરને ગાળો બોલી હતી અને તેના પર હાથ પણ ઉપાડ્યો હતો.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here