રાજકોટ ડેરીના ચેરમેન કિશાન સંઘના પ્રમુખને દાઉદ સાથે જોડતા સળગતા પ્રશ્ને જીલ્લા કિશાન સંઘની બેઠક યોજાઈ

0
19
Share
Share

સૌરાષ્ટ્રના જાણીતા ધારાશાસ્ત્રી સુરેશ ફળદુની કિશાન સંઘના રાજકોટ જીલ્લાના વકીલ તરીકે સર્વાનુમતે નિમણુંક

રાજકોટ, તા.૩૦

સીતેર હજારથી વધુ પશુપાલકો/કિશાનોનું લોહિ ચુસી વર્ષોથી એકહથુ શાસન ચલાવી જુદા-જુદા માઘ્યમોથી કરોડોનો ભ્રષ્ટાચાર આચરનાર ડેરીના જવાબદારોનો અસલી ચહેરો બેનકાબ કરવા રાજકોટ જીલ્લા ભારતીય કિશાન સંઘે છેલ્લા ત્રણ માસથી હરકતમાં આવી ડેરીના નાનામાં નાના પ્રશ્ને જાણકારી મેળવી પશુપાલકોને મળી ડેરીના વર્ષોથી ચાલતા ભ્રષ્ટાચારની વિષ્ટફોટક માહિતી મેળવતા ચેરમને પદ ગુમાવવું પડે તેવા સંજોગો નિર્માણ થતા રઘવાયા થયેલ રાણપરીયાએ રાજકોટ જીલ્લા ભારતીય કિશાન સંઘના પ્રમુખ દિલીપભાઈ સખીયાને દાઉદ ઈબ્રાહીમ સાથે કન્કેશન જોડતા તે મુદે મળેલ જીલ્લા લેવલની કિશાન સંઘની મીટીંગમાં આ મુદાને કાનૂની રીતે પડકારવાનુ તેમજ મુખ્યમંત્રીને પણ લેખિત રજૂઆત છતા ભ્રષ્ટાચારીને છાવરતા કાનુની લડતનો એકમાત્ર વિકલ્પ નક્કી કરી ભારતીય કિશાન સંઘના રાજકોટ જીલ્લાના વકીલ તરીકે કોની નિમણુંક કરવી સહિતના આગામી લડતના મુદાઓ સંબંધે ચર્ચા થયેલ.

ભારતીય કિશાન સંઘ કરોડો કિશાનો તથા તેના હક્કોનું જતન કરતુ હોય ત્યારે રાજકીય તેમજ આર્થિક કદાવર વ્યકિતનો કિશાન સંઘના પ્રમુખ સામેનો બેજવાબદાર આક્ષેપ હોય અને વર્ષોથી ડેરીનો ભ્રષ્ટાચાર નેસ્ત નાબુદ કરી કિશાનો/પશુપાલકોનું ભલુ કરવુ હોય તો એવા વકિલની નિમણુંક થવી જોઈએ કે જે રાજકીય દબાવ કે ધમકીને વશ થયા વગર નિતીમતાને સર્વોચ્ચમાની કામગીરી કરી શકે અને તે માટે કિશાન સંઘે સૌરાષ્ટ્રના જાણીતા તેમજ સૌરાષ્ટ્રના અનેક ચકચારી કેસો લડી ચુકેલા અને નિડરતા, નિયમિતતા, નિતીમતા અને નિષ્ઠામાં જેનુ નામ છે તેવા રાજકોટના એડવોકેટ સુરેશભાઈ ફળદુની ભારતીય કિશાન સંઘ રાજકોટ જીલ્લાના વકિલ તરીકે સર્વાનુમતે નિમણુંક કરવામાં આવેલ છે. ભારતીય કિસાન સંઘ રાજકોટ જીલ્લા પ્રમુખ દિલીપભાઈ સખીયા, રમેશભાઈ ચોવટીયા, ભરતભાઈ પીપળીયા, રમેશભાઈ હાપલીયા, મનોજભાઈ ડોબરીયા, ધર્મેશભાઈ સોરઠીયા, મધુભાઈ પાંભર, શૈલેષભાઈ સીદપરા, ભુપતભાઈ કાકડીયા, ઠાકરશીભાઈ પીપળીયા, ઝાલાભાઈ જાપડીયા, મુકેશભાઈ રાજપરા, રમેશભાઈ લક્કી તેમજ જીલ્લા તથા તાલુકાના કાર્યકર્તાઓ દ્વારા યાદીમાં જણાવેલ છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here