રાજકોટ : ટ્રાફીક સમસ્યા અંગે પોલીસ કમિશ્નરને ચેમ્બરની રજુઆત

0
20
Share
Share

રાજકોટ, તા.૧૨

શહેરમાં હાલ લક્ષ્મીનગર અંડરબ્રીજના વિસ્તરણ તથા રીપેરીંગની કામગીરી હાથ ધરવામાં આવેલ છે. જે કામગીરી દરમ્યાન હાલમાં આ અંડરબ્રીજનો રસ્તો સંપુર્ણ પણે બંધ કરી દેવામાં આવેલ છે. તેથી તે રોડ પર અવર-જવર કરતા લોકોને ફરી ફરીને જવું પડે છે અને પુષ્કળ પ્રમાણમાં ટ્રાફિક જામ થાય છે. આ લક્ષ્મીનગર અંડરબ્રીજમાંથી રોજ પસાર થતો ટ્રાફિક ગુરૂકુળ ઓવરબ્રીજ, હેમુગઢવી હોલ તથા એસ્ટ્રોન ચોક અંડરબ્રીજ તરફ ડાયવર્ટ થાય છે. આ સંજોગોમાં લોકોને હેમુગઢવી હોલના અંડરબ્રીજમાંથી, એસ્ટ્રોન ચોકના અંડરબ્રીજમાંથી અથવા તો ગુરૂકુળના ગોંડલ રોડના ઓવરબ્રીજમાંથી પસાર થવું પડે છે. આ ત્રણેય સ્થળો ઉપર ટ્રાફિકનું યોગ્ય નિયમન ન થવાના કારણે પુષ્પક પ્રમાણમાં ટ્રાફિક જામ થવાની સમસ્યા ઉદ્‌ભવે  છે અને લોકો મુશ્કેલીનો સામનો કરી રહયા છે. તેથી આ ત્રણેય સ્થળો ઉપર બન્ને તરફ ફુલ ટાઈમ ટ્રાફિક પોલીસ જવાનો ફરજ બજાવે તેવી તાત્કાલીક વ્યવસ્થા કરવા રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ તથા બી.એચ.ચાવડા, મદદનીશ પોલીસ કમિશ્નર, ટ્રાફિક-શાખાને રજુઆત કરવામાં આવેલ છે. જેથી લોકો સરળતાથી અવર-જવર કરી શકે અને ટ્રાફિક જામ થવાનો પ્રશ્ન હલ થઈ જશે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here