રાજકોટ : ટ્રાન્સપોર્ટનાં ગોદામમાંથી બે એલઇડીની ચોરી કરનાર શખ્સ ઝબ્બે

0
24
Share
Share

રાજકોટ તા. ૧

શહેર ક્રાઈમ બ્રાન્ચના પી.આઈ વી.કે.ગઢવીની રાહબરીમાં પી.એસ.આઈ એમ.વી.રબારી તથા ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન એ.એસ.આઈ જ્યુભા પરમાર હેડ કોન્સ્ટેબલ પ્રતાપસિંહ ઝાલા અને એભલભાઈ બેરાલીયાને મળેલી માહિતીના આધારે ઢેબર કોલોની પાસે આવેલા નારાયણ નગરની ઝૂંપડપટ્ટી આગળ કૈલાશ પાનની બાજુમાં આવેલા જય માં રોડલાઇન્સમાં ટ્રાન્સપોટર્ની ઓફિસમાંથી ગત તા ૨૧/૯ ના રોજ બે એલઇડી ટીવી કી. રૂ ૩૭,૭૬૩ ની ચોરી કરનાર અજય રણછોડભાઈ સોલંકી (ઉ.વ ૨૦),(રહે.મૂળ ગામ નાગેશ્રી તા.જાફરાબાદ હાલ ઢેબર કોલોની રાજકોટ) ને ઝડપી લીધો હતો.

પોલીસે આરોપી પાસેથી બે એલઇડી ટી.વી સહિતનો મુદમાલ કબ્જે કર્યો હતો.પોલીસની પૂછપરછમાં આરોપી હાલ આર્થિક સંકડામણમાં હોઈ કડકી દૂર કરવા તેણે ટીવીની ચોરી કરી હોવાનું કબુલ્યું હતું. આરોપી અગાઉ કોઈ ચોરી કરી છે કે કેમ? તે અંગે પોલીસ તપાસ ચલાવી રહી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here