રાજકોટ : ટ્રક હડફેટે તરૂણનું મોત

0
16
Share
Share

રાજકોટ, તા.૨૩

શહેરની ભાગોળે માર્કેટીંગ યાર્ડ નજીક ટ્રાન્સપોર્ટનગર પાસે હિટ એન્ડ રનના બનાવમાં ટ્રકની ઠોકરે ૧૫ વર્ષીય તરૂણનું મોત નીપજ્યું છે જીવલેણ અકસ્માત સર્જી ટ્રક ચાલક ટ્રક લઈ નાશી છુટયો હતો પરંતુ પોલીસે પીછો કરી તેને ઝડપી લીધો હતો.

જાણવા મળતી વિગત મુજબ ખટારા સ્ટેન્ડ પાસે ટ્રાન્સપોર્ટનગરના ખુણે રામેશ્વર, રોડવેજ, નામના સર્વિસ સ્ટેશનમાં કામ કરતા વિક્રમભાઈ અધારીયા (દેવી પુજક)નો ૧૫ વર્ષીય પુત્ર વિશાલ આજે બપોરે સર્વિસ સ્ટેશન પાસે રોડ ઉપર આવતો હતો ત્યારે પુરપાટ ઝડપે આવતો ટ્રક ચાલક વિશાલને હડફેટે લઈ અકસ્માત સર્જી નાશી છુટયો હતો. જેમાં વિશાલનુ ગંભીર ઈજા થતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતુ. બનાવ બાદ ટ્રક ચાલક ટ્રક લઈ ભાગી જતા પોલીસે ટ્રકનો પીછો કરી ટ્રક ચાલકને ઝડપી લીધો હતો.

બનાવની જાણ થતા આજીડેમ પોલીસ મથકના કિરીટભાઈ રામાવત ઘટના સ્થળે દોડી ગયા હતા અને પ્રાથમીક કાગળો કરી મૃતદેહને પી.એમ. અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પ્રાથમિક તપાસમાં મૃતક વિશાલ એક ભાઈ એક બહેનમાં નાનો હતો અને પિતા સાથે રહેતો હતો અને નવાગામ પોલીસ ચોકી પાસે સર્વિસ સ્ટેશનમાં કામ કરતો હતો. એકના એક પુત્રના મોતથી પિતા ભાંગી પડયા હતા.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here