રાજકોટ જેલમાં નજીવી બાબતે ચોરીનાં આરોપીનો આપઘાતનો પ્રયાસ, સારવારમાં

0
13
Share
Share

રાજકોટ, તા.૧૫

કાલાવડના મટન માર્કેટ નજીક ગુજરાતીવાસમાં રહેતા એજાજ કાદરભાઇ શેખ(ફકીર) (ઉ.વ.૨૬) નામનો આરોપી છેલ્લા ૧૯ માસથી જામનગર એ ડીવીઝન વિસ્તારનાં ચોરીનાં ગુન્હામાં રાજકોટ મઘ્યસ્થ જેલમાં છે. એજાજે બુટની દોરી બારીમાં બાંધી ગળાફાંસો ખાઇ લેતા અન્ય કેદીઓએ બચાવી સિવિલમાં ખસેેડયો હતો.

આ બનાવ અંગે પ્ર.નગર પોલીસ મથકના એએસઆઇ કનુભાઇ માલવીયા અને અંજલીબેન ગઢવીએ કાગળો કરી એજાજનું નિવેદન નોંઘ્યુ હતું. એજાજે પોલીસને જણાવ્યું હતું કે, બેરેકમાં બળાત્કારનો આરોપી ઇમરાન પણ છે. તેમણે રાત્રીના કોરોનાને કારણે સોશ્યલ ડિસ્ટન્સમાં સુવાનું કહેતા લાગી આવતા પગલુ ભરી લીધુ હતું.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here