રાજકોટ જેલમાંથી પેરોલ બાદ ફરાર દંપતિ અમરેલીમાંથી ઝડપાયુ

0
13
Share
Share

રાજકોટ, તા.૧૩

રાજકોટની મઘ્યસ્થ જેલમાં મર્ડર કેસમાં આજીવન કેસની સજા ભોગવતા દંપતીએ લોકડાઉન દરમિયાન પેરોલ વચગાળાની જામીન મેળવી ૧૪ દિવસના જામીન બાદ પરત ફરવાના બદલે નાસતા ફરતા હતા જે બન્ને દંપતીને અમરેલી પોલીસે વીજપડી ગામેથી ઝડપી લઈ રાજકોટ જેલમાં સોંપેલ હતા.

આ અંગે મળતી વિગતો અનુસાર તાલુકા પોલીસ સ્ટેશનમાં હત્યાના ગુનામાં રાજકોટ જેલમાં રહેલા દંપતી જેલમાંથી વચગાળાના જામીન ઉપર છુટી ફરાર થઈ ગયેલ પાકા કામના કેદી દંપતીને અમરેલીમાંથી પકડી પાડવામાં સફળતા મેળવેલ છે. આરોપી સલીમશા સતારશા સૈયદ તથા મદીનાબેન, સલીમશા સતારશા સૈયદને એડી.ડિસ્ટ્રી. અને સેશ.કોર્ટ, રાજકોટ ૨૦૧૯ માં આજીવન કેદ તથા રૂા.૫૦,૦૦૦ ના દંડની સજા કરેલ હતી અને આરોપીઓ રાજકોટ મઘ્યસ્થ જેલ ખાતે સજા ભોગવતા હતા. હાઈકોર્ટ, અમદાવાદ દ્વારા ૧૪ નાં વચગાળા જામીન રજા મંજૂર કરવામાં આવેલ પરંતુ આ બન્ને આરોપીઓને ૨૬-૩ ના હાજર થવાના બદલે નાસતા ફરતા હતા અમરેલી પોલીસે ઝડપી લઈ તા.૧૧-૧૦-૨૦ ના ઝડપી, રાજકોટ મઘ્યસ્થ જેલ હવાલે મોકલી આપવા કાર્યવાહી કરેલ છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here