રાજકોટ જી.પં.ના ચાલકનું બેભાન હાલતમાં મૃત્યુ

0
18
Share
Share

રાજકોટ તા. ર૩

શહેરમાં એસટી વર્કશોપ પાછળ આવેલા ખોડીયારનગરમાં રહેતા અને જિલ્લા પંચાયતમાં ડેપ્યુટી ડીડીઓના ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા આધેડ જિલ્લા પંચાયત કચેરીમાં બેભાન થઇ જતાં તેમની સારવાર કારગત નિવડે તે પુર્વે જ મોત નીપજતા પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે.

આ બનાવ અંગે જાણવા મળતી વિગત મુજબ એસટી વર્કશોપ પાછળ ખોડિયારનગરમાં રહેતા અને ડેપ્યુટી ડીડીઓના ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા પ્રફુલગીરી બાલુગીરી ગોસાઇ નામના પપ વર્ષના આધેડ સાંજે જિલ્લા પંચાયત કચેરીમાં હતા ત્યારે અચાનક બેભાન હાલતમાં ઢળી પડયા હતા. આધેડને સારવાર મળે તે પુર્વે જ મોત નીપજતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here