રાજકોટ જીલ્લા પંચાયતની બુધવારે સામાન્ય સભા

0
22
Share
Share

સામાન્ય ચૂંટણી પહેલાની આખરી બેઠકમાં વિવાદને દૂર રાખવા સોમવારે સભ્યો – અમલદારોની બેઠક

રાજકોટ, તા.૨૪

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની સામાન્ય ચૂંટણીનાં પડઘમ વાગી રહયા છે ત્યારે નવેમ્બરનાં આખરી સપ્તાહ કે ડીસેમ્બરના પ્રથમ સપ્તાહમાં ચૂંટણી યોજાનાર હોવાની વાતો વહેતી થઈ ચુકી છે. સ્થાનિક તંત્રએ ચૂંટણી પંચે કાનમાં ફૂંક માર્યા બાદ ચૂંટણી અંગેની તૈયારીઓ હાથ ધરેલ છે. રાજકોટ જીલ્લા પંચાયતની અવધિ પણ આગામી સમયમાં પૂર્ણ થઈ રહેલ હોવાથી આગામી બુધવાર તા.૩૦ ના રોજ જીલ્લા પંચાયતની સંભવત આખરી સામાન્ય સભા (વર્તમાન બોર્ડ-સભ્યોની) યોજવામાં આવનાર છે.

રાજકોટ જીલ્લા પંચાયતનાં વર્તમાન બોર્ડની આખરી સામાન્ય સભા બુધવારે યોજાય ત્યારે સભામાં કોઈ વિખવાદ ન સર્જાય તે અંગે સોમવારે પંચાયતનાં ચૂંટાયેલા સભ્યો તેમજ અમલદારો વચ્ચે સભ્યો દ્વારા પૂછાયેલા પ્રશ્નોનાં મામલે સામાન્ય સભા પહેલા એક સંયુક્ત બેઠક યોજી આખરી સામાન્ય સભાને શાંતિપૂર્ણ રીતે પાર પાડવા વર્તમાન શાસકો દ્વારા નવતર પ્રયોગ યોજવામાં આવનાર છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here