રાજકોટ જીલ્લામાં પ્રથમ ગોંડલમાં નીખીલ દોંગાની ગેંગ સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી

0
18
Share
Share

હત્યા, હત્યાની કોશીષ, ધાક-ધમકી અને જમીન  પચાવી પાડવા સહીત ૧૧૭ ગુના નોંધાયા હતા

સાત શખ્સોની ધરપકડ, નીખીલ દોંગા સહીત ૩ જેલમાં અને બે  શખ્સોની શોધખોળ

રેન્જ આઇજી સંદીપસીંહ એ જામનગર, સુરેન્દ્રનગર બાદ રાજકોટ ગ્રામ્યમાં કરેલી કામગીરીથી સપાટો

રાજકોટ તા. ૧ર

ગોંડલ સહીત સૌરાષ્ટ્રભરમાં  સંગઠીત થઇને  ગેંગ દ્વારા તરખાટ મચાવનાર નીખીલ દોંગા અને તેના  દસ સાગ્રીતો સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધી સાત શખ્સોની ધરપકડ કરી નીખીલ દોંગા સહીત ૩ શખ્સોની જેલમાંથી કબજો મેળવી અને નાસતા ફરતા બે શખ્સોની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

નીખીલ દોંગા અને તેની ટોળકી દ્વારા હત્યા, હત્યાની કોશીષ, ધાક-ધમકી અને જમીન પચાવી પાડવા સહીત ૧૧૭ ગુનાઓ  નોંધાયા છે. પત્રકાર પરીષદમાં  માહીતી આપતા રાજકોટ રેન્જના આઇજી સંદીપસીંહ, રાજકોટ જીલ્લા પોલીસવડા બલરામ મીણા, ગોંડલ ના ડીવાયએસપી પી.એ.  ઝાલા, એલસીબીના પીઆઇ એ.આર. ગોહીલ , પીએસઆઇ  એચ.એચ.રાણા સહીતનો સ્ટાફ હાજર હતા.  ગુજસીટોક ગુનાની તપાસ  જેતપુર ના એએસપી સાગર બાગમર  ને સોંપવામાં આવી છે.

રાજય સરકાર દ્વારા કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તેવા હેતુથી  સંગઠીત થઇ અને ગુના આચરતી ગેંગ સામે  કાયદામાં સુધારો કરી ગુજસીટોક  કાયદો અમલમાં લાવવામાં આવ્યો છે.

રાજકોટ  રેન્જના આઇજી સંદીપસીંહ દ્વારા જામનગરના ભુમાફીયા જયેશ પટેલની ગેંગ , સુરેન્દ્રનગરની ગેડીયા ગેંગ બાદ રાજકોટ ગ્રામ્યના ગોંડલની નીખીલ દોંગા ની ગેંગ સામે ગુજસીટોક હેઠળ  કાયદાનો  ગાળ્યો મજબુત કર્યો છે.

નીખીલ દોંગા દ્વારા સંગઠીત થઇ ગુના આચરવામાં આવતા હોવાનું ધ્યાને આવતા ગેંગ દ્વારા ગોંડલ શહેર- તાલુકા  , લોધીકા, કોટડા સાંગાણી, વીરપુર, ભાયાવદર, જેતપુર, રાજકોટ શહેરના માલવીયાનગર, ભકિતનગર, તાલુકા, ગાંધીગ્રામ, પ્ર.નગર, ક્રાઇમ બ્રાન્ચ, લીંબડી, થાન, જોરાવરનગર, અને કેશોદ મળી હત્યા, હત્યાની કોશીષ, ધાક-ધમકી, મનુષ્ય સાપરાધ વધ, શરીર સબંધી, અપહરણ, મીલ્કત પચાવી પાડવા સહીત ૧૧૭ જેટલા ગંભીર ગુનાઓ આચર્યા હોવાનું ખુલતા તેની સામે ગુજસીટોક હેઠળ ગેંગ સામે કાર્યવાહી કરવામાં આવી છે.

પોલીસે સાત જેટલા શખ્સોની ધકપકડ કરવામાં આવી છે. જયારે નીખીલ દોંગા સહીત ૩ શખ્સો જેલમાં હોવાથી તેનો કબજો લેવામાં આવશે. અને બે આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

પોલીસની પ્રાથમીક તપાસમાં નીખીલ દોંગા જેલમાં થી પોતાનું  નેટવર્ક ઉભુ  કરી ગેંગ મારફતે ધાક ધમકીથી જમીનો પચાવી પાડયાનું પણ ખુલ્યુ છે. નીખીલ દોંગાના સાગ્ર્રીતો અન અધીકૃત રીતે જેલમાં રહેતા હતા અને જેલમાં રહી જમીન પચાવવા અંગેનો પ્લાન બનાવી પેરોલ જમ્પ કરી ધાક ધમકી આપી હોવાનું જાણવા મળ્યુ છે. નીખીલ દોંગા સામે હત્યા સહીત ૧૪ ગુના નોંધાયા  છે.  અને ૧૯ વખત પેરોલ બહાર આવ્યો છે.  ગોંડલની સબ જેલમાં જેલવડા ના સ્કવોડ દ્વારા  ચેકીંંગ દરમ્યાન રોકડ, મોબાઇલ અને મહેફીલ માણતા  છ શખ્સો  ને ઝડપી લેવામાં આવ્યા બાદ જેમાં સીપાઇ ને સસ્પેન્ડ  કરવામાં  આવ્યા છે. જેલના તાબેદાર દ્વારા પોલીસ ધરપકડની દહેશતથી ફરાર છે. આ પ્રકરણમાં નીખીલ દોંગાને અમદાવાદની સાબરમતી જેલમાં ટ્રાન્સફર કરવામાં  આવ્યો છે.

ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરાયેલા શખ્સ

નીખીલ દોંગા (હાલ સાબરમતી જેલ)

વીજય ભીખા જાદવ (ગોંડલ)

પૃથ્વી યોગેશ જોષી (ગોંડલ)

નવઘણ વરજાંગ સીયાળ (રાજકોટ)

દર્શન ઉર્ફે ગોલુ પ્રફુલ પટેલ (ગોંડલ)

વિશાલ આત્મારામ પાટકર (મહારાષ્ટ્ર)

અક્ષય ઉર્ફે ગીરી સુર્યકાન્ત બાવાજી (ગોંડલ)

શકિતસીંહ જશુભા ચુડાસમા (સાબરમતી જેલ)

દેવાંગ જેન્તીલાલ જોશી (ગોંડલ)

નરેશ રાજુ ઝાપડા (ગોંડલ)

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here