રાજકોટ જીલ્લામાં છ સ્થળે જુગારનાં દરોડામાં ૩૮ શખ્સ ઝડપાયા

0
26
Share
Share

રાજકોટ, તા.૧૮

રાજકોટ જિલ્લામાં ચાલતા શ્રાવણીયા જુગાર પર પોલીસે દરોડા પાડયા હતા અલગ અલગ છ દરોડામાં પોલીસે જુગાર રમતી ત્રણ મહિલા સહિત ૪૨ ને ઝડપી લઇ રુ.૭.૨૭ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પ્રથમ દરોડા માં પોલીસે પાટણવાવના મોટીમારડ ગામે જગદીશભાઈ મગનભાઈ ઝાલાવાડીયા ની ઓફિસમાં દરોડો પાડી જુગાર રમતા અશોક રણમલ ઝાલાવાડીયા દિનેશ મગન ડેડાણીયા ભરત રવજી કાલરીયા પરેશ વધુ જાટીયા જગદીશ છગન ઝાલાવડીયા ની ધરપકડ કરી ૪૨૫૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

બીજા દરોડામાં જેતપુર તાલુકાના વડાસડા ગામે પોલીસે દરોડો પાડી જુગાર રમતા વિનોદ નગીન પરમાર, નરેન્દ્ર અભેસિંગ ચૌહાણ,દાનસિંગ ભવાન સિંગ ચૌહાણ, રાજુ કેશુ ચૌહાણ, હિતેશ રમેશ પરમાર અને દિલીપ કિશોર વાઘેલા ની ધરપકડ કરી ૨૭૨૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો .ત્રીજા દરોડામાં ભાયાવદર પોલીસે ટીંબડી ગામે આવેલ કિરીટ છગન ઘમસાનિયાની વાડીમાં દરોડો પાડી જુગાર રમતા કિરીટ ઉપરાંત સુરેન્દ્રસિંહ ભરતસિંહ વાળા, કૌશિક કેશવ બાલધા ,બીપીન બચુભાઈ વાગડિયા ,દિનેશ પાંચાણી, સુરેશ આંબા પેથાણી ,પ્રવીણભાઈ ઠુંમર દિનેશ પાંચાણી ની ધરપકડ કરી ૫૧ હજારની રોકડ તથા મોટરસાયકલ અને ફોરવીલ કાર સહિત ૬.૧૦ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

ચોથા દરોડામાં જામકંડોણા પોલીસે રાયડી ગામે દરોડો પાડી જુગાર રમતા રાજેશ વાલજી પરમાર, વિનોદ મોહન પરમાર, અશોક રવજી સોલંકી ,જીતેશ હરસુખ ખાટ, રોનક રમણીક પરમાર અને નીતિન જગાભાઈ પરમારની ધરપકડ કરી રુપિયા એક ૨૧૨૨૦ ની રોકડ કબજે કરી હતી. પાંચમા દરોડામાં ગોંડલ પોલીસે કૈલાશ બાગ શેરી નંબર ૯ માં રહેતા પરેશ વલ્લભ ભાદાણી ના મકાનમાં દરોડો પાડી જુગાર રમતા પરેશ સાથે રવિ ગોરધન ગોહેલ ,હિરેન ચંદુ હુંબલ,પરસોતમ લાખા મકવાણા તેમજ રેખા બેન વિઠ્ઠલભાઈ ભુવા ,આરતીબેન વિપુલભાઈ કાછડીયા અને બિન્દુબેન પરેશ ભાઈ ભાદાણી ની ધરપકડ કરી ૧૭ હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

પાંચમા દરોડામાં વિછીયા પોલીસે જુગાર રમતા ગફાર જમાલ ફકીર, રજાક જમાલ શામદાર ઈસ્માઈલ જમાલ શામદાર, દિનેશ બચુ કોળી ,સાગર જયંતિ કોળી ,વિજય કેશા વાલાણી, સુરેશ અરવિંદ ઝાપડિયા ,મનુભાઈ ભનું રાજપરા કલ્પેશ સાદુલ ભાઈ રાજપરા અને પીન્ટુ રણછોડ રાજપરા ની ધરપકડ કરી ૨૨ હજારની રોકડ કબજે કરી હતી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here