રાજકોટ જીલ્લાના હથિયાર ધારકોએ પોતાના હથિયાર જમા કરાવી દેવા હુકમ

0
22
Share
Share

રાજકોટ તા.૨

રાજકોટ મહાનગરપાલીકાનું તા. ૨૧ ફેબ્રુઆરી અને તાલુકા પંચાયત, જીલ્લા પંચાયત અને નગરપાલીકાઓની ચુંટણી અનવ્યે  તા. ૨૮ ફેબ્રુઆરીના રોજ થનાર રાજકોટ જિલ્લા તથા શહેરમાં મતદાન શાંતિપૂર્ણ રીતે, મુકત અને ન્યાયી વાતાવરણમાં યોજાય અને સમગ્ર જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે હેતુથી સમગ્ર જીલ્લાના તમામ હથિયાર ધારકોએ પોતાના હથિયારો સબંધકર્તા પોલીસ સ્ટેશનમાં જાહેરનામું પ્રસિધ્ધ થયાના દિન -ચારમાં જમા કરાવી દેવા માટે જિલ્લા કલેકટર રેમ્યા મોહનએ હુકમો જારી કર્યા છે.

હથિયાર જમા લીધાની જાણ પોલીસ સ્ટેશનોએ જિલ્લા મેજીસ્ટ્રેટની કચેરીને કરવાની રહેશે. ચૂંટણી પ્રક્રિયા પુરી થયે પરવાનેદારોએ તેમના હથિયારો તા.૦૫/૦૩/૨૦૨૧ પછી પરત મેળવી લેવાના રહેશે. આ હુકમ સમય દરમિયાન રાજકોટ જીલ્લાની મુલાકાતે આવનારા લોકોને પણ આ હુકમ લાગુ પડશે. જીલ્લાના તમામ હથિયાર ખરીદ વેચાણ કરતાં પરવાનેદારોએ ચુંટણી સમય દરમિયાન હથિયાર ખરીદ વેચાણ કરનારને હથિયારોની સોંપણી નહિ કરવા પણ કલેકટર દ્વારા જણાવાયુ છે. તા.૦૫/૦૩/૨૦૨૧ સુધી અમલમાં રહેનારા આ હુકમના ભંગ બદલ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.

આ હુકમ જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા ખાસ પરવાનગી અપાયેલ હોઇ, માન્યતા ધરાવતા સીકયુરીટી એજન્સીના ગનમેન, જેવા કે રાષ્ટ્રીયકૃત, સહકારી કે કોમર્શીયલ બેન્કો, એ.ટી.એમ. તથા કરન્સી ચેસ્ટની લેવડ-દેવડ કરતા હોઇ તેવા સીકયુરીટી ગાર્ડ, કેન્દ્ર કે રાજય સરકારના અધિકારીઓ /કર્મચારીઓ કે

જેઓેને ફરજના ભાગરુપે હથીયાર ધારણ કરવાની મંજુરી અપાયેલ હોઇ તેવા અધીકૃત કરેલા કીસ્સામાં આ હુકમ લાગુ પડશે નહીં.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here