રાજકોટ જિલ્લા કલેક્ટર સહીત વધુ ૪૭કેસ, રેકોર્ડબ્રેક ૩૯નાં મોત

0
16
Share
Share

રાજકોટ,તા.૧૫

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા સતત વધી રહી છે. રાજકોટમાં આજે બપોર સુધીમાં ૪૭ કેસ નોંધાયા છે અને ૨૪ કલાકમાં રેકોડબ્રેક ૩૯ લોકોના કોરોનાથી મોત થયા છે. શહેરના ૩૧, ગ્રામ્યના ૩ અને અન્ય જિલ્લાના ૫ દર્દીના મોત થયા છે. કોરોના મૃત્યુ અંગેનો નિર્ણય ડેથ ઓડિટ કમિટી લેશે.જ્યારે શહેરમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા ૪૫૦૦ને પાર પહોંચી ગઈ છે. શહેરમાં અત્યાર સુધીમાં ૪૫૮૫ કેસ પોઝિટિવ નોંધાયા છે. જેમાંથી ૧૪૬૮ દર્દી સારવાર હેઠળ છે. રાજકોટમાં કોરોના સંક્રમણ વધતા એસટી, એરપોર્ટ, રેલવે સ્ટેશન પર આવતા મુસાફરોના રેન્ડમ કોરોના ટેસ્ટ કરવામાં આવશે. જેથી કોરોના સંક્રમણ વધુ ન ફેલાઈ.

રાજકોટ કલેક્ટર કોરોના સંક્રમિત થયા થયા છે. આ સાથે જ રાજકોટના જાણીતા ધારાશાસ્ત્રી અનિલ દેસાઈનો આજે કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા હોમ આઈસોલેટ કરાયા છે. રાજકોટના કોંગ્રેસના મહિલા કોર્પોરેટર ભાનુબેન સોરાણી કોરોના સંક્રમિત બન્યા છે. હાલ તેઓ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જિલ્લા કલેક્ટર રેમ્યા મોહન કોરોના સંક્રમિત થયા છે. સામાન્ય લક્ષણો જણાતા હોમ આઈસોલેટ કરવામાં આવ્યાં છે. કલેક્ટર તેમના નિવાસ સ્થાનેથી જ રૂટિન કામગીરી ચાલુ રાખશે.

રાજકોટમાં સોશિયલ ડિસ્ટન્સનો અને ફરજીયાત માસ્ક અંગેના ભંગ કરતા ધંધાર્થીઓ અને લોકો સામે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કડક અને દંડ વસુલ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. શહેરના જે-જે સ્થળોએ સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થાય છે તેવા સ્થળો અને માસ્ક વિના જાહેરમાં ફરતા લોકો પાસે તુરંત જ દબાણ હટાવ શાખા દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. આજે શહેરમાંથી ફરજીયાત માસ્ક અંગેના ભંગ કરતા ૩૪ આસામીઓ પાસેથી રૂપિયા ૩૪ હજાર અને સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરતા ૩ ચા-પાનના ધંધાર્થીઓ પાસેથી રૂપિયા ૬ હજારનો દંડ વસુલ કરવામાં આવ્યો છે તેમ મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here