રાજકોાટ તા.૨૭
થર્ટીફર્સ્ટર્નો તહેવાર નજીક આવી રહ્યો છે. ત્યારે રાજકોટ જિલ્લામાં તહેવારને લઈને પોલીસે તૈયારી કરી રાખી છે. આજે રાજકોટ જિલ્લા પોલીસ વડા બલરામ મીણાએ પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, થર્ટીફર્સ્ટ જિલ્લામાં ૧૨ ચેકપોસ્ટ ઉભી કરવામાં આવશે. ફાર્મહાઉસ અને કારખાનામાં પોલીસની ટીમ રેડ કરશે. પોલીસ કર્મચારીઓને હેડક્વાટર્ર ન છોડવા આદેશ આપવામાં આવ્યો છે. દારુ પીનારા સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.
રાજકોટના તમામ એન્ટ્રી પોઈન્ટ પર વાહનોનું સઘન ચેકિંગ કરવામાં આવશે. એલસીબીની ત્રણ ટીમ અને તમામ પોલીસ સ્ટેશનની ટીમ તૈનાત કરવામાં આવશે. દારુના નશામાં ધૂત લોકો સામે કડક કાર્યવાહી કરાશે. બિન જરુરી લોકોએ બહાર ન નીકળવા અમારી અપીલ છે. થર્ટીફર્સ્ટર્ના રોજ બ્રેથ એનેલાઈઝરથી ચેકિંગ કરવામાં આવશે. આ માટે વધુ સિરિન્જની માગણી કરવામાં આવી છે. શંકાસ્પદ લોકોનું જ બ્રેથ એનેલાઈઝરથી ચેકિંગ કરવામાં આવશે.