રાજકોટ જિલ્લામાં ત્રણ સ્થળે જુગારનાં દરોડામાં ૧૫ શખ્સો ઝડપાયા

0
13
Share
Share

રાજકોટ, તા.૩૦

રાજકોટ ગ્રામ્ય પોલીસે જેતપુર,ઉપલેટા અને શાપરમાં ચાલતી જુગાર કલબ પર દરોડો પાડયા હતા. જેમાં ૨૧ હજારની રોકડ સાથે ૧પ જુગારી ઝડપાયા હતા. જેતપુરમાંથી વર્લી ફીચરના આંકડા લેતો નઝલો રફાઇ પણ પોલીસને ઝપટે ચડયો હતો. શાપર પોલીસે શાંધીધામ સોસાયટીમાં દરોડો પાડયો હતો. જયાંથી જુગાર રમતી ચાર મહિલા નર્મદાબેન વિનુભાઇ વાંજા, ક્રિષ્નાબેન શનિભાઇ કંડોલીયા, રસીલાબેન બાબુભાઇ કંડોળીયા (રહે.ત્રણેય શાંતિધામ સોસાયટી ગેટ-૨, શાપર વેરાવળ) અને મિતલબેન રમેશભાઇ સાદરીયા (રહે.ગુંદાસરા તા.ગોંડલ)ને તીનપતીનો જુગાર રમતા રૂા.૧૭૩૦ની રોકડ સાથે ઝડપી પાડી હતી. જેતપુર પોલીસે બાવાવાળા પરા, મોટા ચોક ખાતેના રહેણાંક મકાનમાં દરોડો પાડયો હતો.

જયાં મકાનમાં માણસો ભેગા કરી તીનપતીનો જુગાર રમતા મકાન માલિક રોહિત લાલજીભાઇ ઠેસીયા અને નવનીત જગદીશ જેઠવા, હર્ષદ પ્રદિપ મર્થક, કિશોર હંસરાજ હીરપરા, પ્રકાશ માનસીંગ પરમાર,બ્રિજરાજસિંહ ભીખુભા જાડેજા, શકિતભાઇ ધર્મેન્દ્રભાઇ જાદવને ઝડપી લઇ રૂા.૧૩૩૧૦ની રોકડ રકમ કબ્જે કરી હતી. ઉપલેટા પોલીસે બાતમીના આધારે તાલુકા પંચાયત પાસેથી જાહેરમાં જુગાર રમતા દિલીપ લખમણ ધામી, દેવાયત ગોવિંદ નંદાણીયા, અનિલ પરસોત્તમ પરમાર અને નરેન્દ્ર રમણીક ધામીને પકડી પાડયા હતા. દરોડા દરમયાન રૂા.૬૭૧૦ની રોકડ રકમ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરાઇ હતી.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here