રાજકોટ તા. ૩૦
રાજકોટ જિલ્લાના મહેસૂલી તંત્રના તથા પોલીસ કર્મચારીઓને આવતીકાલે રવિવારથી કોરોનાની વેક્સિન આપવાનું શરૂ થશે, તેમ નિવાસી અધિક કલેક્ટર પરિમલ પંડ્યાએ જણાવ્યું હતું.પંડ્યાએ કહ્યું કે, જિલ્લામાં ૮૦૦ જેટલા રેવન્યૂ કર્મચારીઓ છે, જેની યાદી તૈયાર થઈ રહી છે તેમજ આ કર્મચારીઓને આવતીકાલે વેક્સિનેશનની સૂચના અપાઈ રહી છે. ઉપરાંત જિલ્લાના .પોલીસ તંત્રના કર્મચારીઓને પણ આવતીકાલથી વેક્સિન આપવાનું શરૂ થશે.તેમણે ઉમેર્યું હતું કે, આ વેક્સિન લેવી સ્વૈચ્છિક છે અને શરૂઆતના તબક્કે કેટલાક કર્મચારીઓને વેક્સીન અપાશે. એ પછી ધીમેધીમે મોટાભાગના કર્મચારીઓને વેક્સિન અપાઈ શકે છે.રાજકોટ કલેક્ટર કચેરીના મહેસૂલી કર્મચારીઓ તથા શહેરના પોલીસ કર્મચારીઓને સિવિલ હોસ્પિટલમાં વેક્સિન અપાશે. જ્યારે તાલુકામાં અન્ય વિસ્તારોમાં ફરજ બજાવતા કર્મચારીઓને જે-તે વિસ્તારના પીએચસી પર વેક્સિન અપાશે.