રાજકોટ: જાહેરનામાના ભંગ બદલ ટી-સ્ટૉલ સહિત ૭ દુકાનો સીલઃ ૨૩ હજારનો દંડ વસૂલાયો

0
28
Share
Share

રાજકોટ,તા.૨૪

આજે ગુરૂવારે ફરજિયાત માસ્ક અંગેના જાહેરનામાંનો ભંગ કરવા બદલ ૨૩ આસામીઓ પાસેથી રૂપિયા ૨૩ હજારનો દંડ વસુલ કરવામાં આવેલો અને કાલાવડ રોડ પર સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરવા બદલ ૭ દુકાનો સીલ કરવામાં આવેલી છે, સીલ કરવામાં આવેલી શોપમાં કાલાવડ રોડ ખાતેની ખેતલાઆપા ટી સ્ટોલ, આશાપુરા પાન સ્ટોલ, સુપરશ્યામ દીલીક્સ પાન સ્ટોલ, નીલકંઠ પાન સ્ટોલ, શ્રી શક્તિ ટી સ્ટોલ, આઈશ્રી ખોડીયાર હોટલ અને આઈશ્રી ખોડીયાર પાન સ્ટોલનો સમાવેશ થાય છે તેમ મ્યુનિ, કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું.

સરકાર દ્વારા કેટલીક શરતો સાથે લોકોને પોતાનો વ્યવસાય ચાલુ કરવા છૂટ આપવામાં આવેલી છે, લોકોએ સામાજિક અંતર રાખવું, માસ્ક પહેરવું જેવા નિયમોનું પાલન કરવું આવશ્યક છે. શહેરમાં સોશિયલ ડિસ્ટન્સનો અને ફરજિયાત માસ્ક અંગેના ભંગ કરતા ધંધાર્થીઓ અને લોકો સામે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કડક અને દંડ વસુલ કરવાની કાર્યવાહી હાથ ધરેલી છે, શહેરના જે-જે સ્થળોએ સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થાય છે તેવા સ્થળોએ દંડ અથવા સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવે છે, તેમજ માસ્ક વિના જાહેરમાં ફરતા લોકો સામે પણ દંડ વસુલ કરવાની કામગીરી કરવામાં આવે છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here