રાજકોટ તા. ૩૦
રાજકોટમાં જનધન યોજનાના ગ્રાહકોના ફિક્સ ડીપોઝીટમાં પડેલા પૈસા ઉપડાવી ક્રીએટા ફિન્સર્વ નામની કંપનીમાં રોકાણ કરાવી ઉંચુ વળતર આપવાની લાલચ આપી ૭૬ લોકોના ૨૨.૮૧ લાખ રૂપિયાય પડાવી નાશી છૂટેલા નાગેશ્વર સોસાયટીના શખ્સને એક વર્ષ પછી ક્રાઇમ બ્રાન્ચે નાગેશ્વર બસ સ્ટેન્ડ પાસેથી દબોચી લઇ ભક્તિનગર પોલીસને સોંપવા તજવીજ હાથ ધરી છેશહેરના ઢેબર રોડ ઉપર આવેલ એસબીઆઈ બ્રાન્ચમાં જનધન ખાતામાં નાણાં જમા કરાવતા ૭૬ ગ્રાહકોની ફિક્સ ડિપોઝિટિવ તોડાવી તેઓના પૈસાનું ઊંચું વળતર મળશે તેવા સપના દેખાડી૨૨,૮૧,૧૯૬ રૂપિયા ક્રીએટા ફિન્સર્વ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં ઈન્વેસ્ટ કરાવી તમામ ગ્રાહકોને બુચ મારી દેનાર નાગેશ્વર સોસાયટીના ગૌરવ ઉર્ફે આશિષ સતિષભાઈ પંડ્યા સામે એક વર્ષ પૂર્વે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી અંગે ફરિયાદ નોંધાઈ હતી આ ગુનામાં આરોપી વોન્ટેડ હોય તેને દબોચી લેવા ઉચ્ચ અધિકારીઓની સૂચનાથી ડીસીબી પીઆઇ વી કે ગઢવીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ યુ બી જોગરાણા અને તેમની ટિમ પેટ્રોલીંગમાં હતી દરમિયાન એએસઆઇ સી એમ ચાવડા અને કરણભાઇ મારુને મળેલી બાતમી આધારે એએસઆઇ બિપીનભાઈ ગઢવી, સંતોષભાઈ મોરી, જયંતીભાઈ ગોહિલ, અભિજીતસિંહ જાડેજા, ઇંદ્રજીતસિંહ ગોહિલને સાથે રાખીને જામનગર રોડ નાગેશ્વર બસ સ્ટેન્ડ પાસેથી ગૌરવ પંડ્યાને ઝડપી લીધો છે અને ભક્તિનગર પોલીસને સોંપવા તજવીજ હાથ ધરી છે