રાજકોટ : ચોરાઉ બુલેટ સાથે શખ્સ ઝડપાયો

0
28
Share
Share

રાજકોટ તા. ૩૦

રાજકોટ શહેર  ક્રાઇમ બ્રાંચના પીઆઇ વી કે ગઢવી ના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ પી.એમ.ધાખડા અને તેમની ટીમે ગોઠવેલી વોચ દરમિયાન રાજકોટના કાલાવડ રોડ પર કણકોટ ના પાટીયા પાસેથી બુલેટ મોટરસાઇકલ સાથે નીકળેલા મૂળ ટંકારા તાલુકાના લતીપર પાસેના ખાખરા ગામના વતની કૈલાશ ઉર્ફે કલો ગોરધન ઉપાસરીયા પાસે બુલેટ મોટરસાઇકલ ના કાગળો માંગતા તપાસ દરમિયાન બુલેટ મોટરસાઇકલ ચોરાઉ હોવાનું જાણવા મળતાં તેની ધરપકડ કરી બુલેટ મોટર સાયકલ કબ્જે કર્યું હતું. કૈલાસે સર્વિસ સેન્ટર માં આવતા મોટરસાયકલ કે જેમાં ચાવી ભુલાઈ ગયું હોય તેવા મોટરસાયકલ ઉઠાવીને સસ્તા ભાવે વેચી નાખતો હતો. અગાઉ કૈલાસ રાજકોટના યુનિવર્સિટી પોલીસ અને તાલુકા પોલીસ સ્ટેશનમાં મોટરસાયકલ તેમજ દારુ પીધેલી હાલતમાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે.

વાંકાનેર : સીરામીકમાં બીજા માળેથી પટકાતા યુવાનનું મોત

વાંકાનેરના વર્ધમાન સીરામીકમાં લેબર કોલોનીના બીજા માળેથી બલવીસિંગ દાતારામ ગુજર્ર નામના વ્યક્તિનો પગ લપસી જતા નીચે પટકાયો હતો. તેમના પગે ગંભીર ઈજા થઈ હતી સારવાર હેઠળ તેમને રાજકોટની સ્ટર્લિંગ હોસ્પિટલમાં ખસેડાયો હતો જ્યાં તબીબે તેમને મૃત જાહેર કર્યો હતો. આ કેસમાં વાંકાનેરના પોલીસ અધિકારી એમ.આર.ગામેતીએ જરૂરી તપાસ શરૂ કરી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here