રાજકોટ : ચોરાઉ એકટીવા સાથે શખ્સ ઝડપાયો

0
15
Share
Share

રાજકોટ, તા.૨૨

શહેરની ઢેબર કોલોનીમાં રહેતો અને વાહન ચોરીનો રીઢો ગુનેગાર મયુર ઉર્ફે મુન્નો કિશોરભાઈ રાઠોડ ફરી ચોરાઉ એકટીવા સાથે ઝડપાયો છે. ભકિતનગર પોલીસ મથકે અગાઉ ત્રણ વખત મુન્ના સાથે ગુનો નોંધાઈ ચુકયો છે. જેથી પોલીસે તેના પર નજર રાખી હતી ત્યારે નંબર પ્લેટ વગરના એકટીવા સાથે હુડકો બસ સ્ટોપ પાસે મુન્નો ઉભો હોવાની બાતમીના આધારે પોલીસે પહોંચી તપાસ કરતા આ એકટીવા ચોરાઉ હોવાનુ અને જેની ચોરીની ફરીયાદ ભકિતનગર પોલીસને અગાઉ મળી હોવાનુ બહાર આવ્યું હતુ. મુન્નાની ધરપકડ કરી સ્કૂટર કબ્જે લઈ પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી હતી.

વાહન ચોરીના બીજા બનાવમાં રાજકોટ તાલુકા પોલીસના પીઆઈ જે.વી.ધોળા, એએસઆઈ ટી.આર.બુહા, જીઆરડી રીતેશ પટેલ પેટ્રોલીંગમાં હતા ત્યારે બાતમીના આધારે પાટીદાર ચોક પાસેથી વિદ્યુતનગર ચોક, રૈયા રોડ ખાતે ભાડાના મકાનમાં રહેતા વિમલ નવનીતભાઈ ભાયાણીને ચોરાઉ એકટીવા સાથે પકડી પાડેલ અને એ.ડીવીઝન પોલીસ મથકે નોંધાયેલા વાહન ચોરીના ગુનાનો ભેદ ઉકેલ્યો હતો.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here