રાજકોટ : ચીલ ઝડપ કરનાર આરોપી મુદામાલ સાથે ઝડપાયો

0
15
Share
Share

રાજકોટ, તા.૨૨

શહેરમાં તાલુકા પોલીસ મથક વિસ્તારમાં બે દિવસ પહેલા વૃઘ્ધાના ગળામાંથી ચીલ ઝડપ કરનાર અને અગાઉ ચીલ ઝડપ જેવા ૧૯ જેટલા ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુકેલા રીઢા તસ્કરને રૂા.૧.૨૦ લાખના મુદામાલ  સાથે ઝડપી પામ્યો છે. આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ચીલ ઝડપના ગુનામાં નાસતા ફરતા સુરેશ ઉર્ફે સુનીલ ઉર્ફે ચોટો હરી બાબરીયા નામના આરોપીને તાલુકા પોલીસ મથકના પીએસઆઈ એમ.વી.રબારી સહીતના ડી.સ્ટાફે પેટ્રોલીંગ દરમિયાન આરોપીને બે દિવસ પહેલા વૃઘ્ધાના ગળામાંથી ઝોટ મારેલા રૂા.૭૦ હજારની કિંમતના સોનાના ચેઈન સહિત કુલ રૂા.૧.૨૦ લાખના મુદામાલ સાથે ઝડપી પાડયો છે. આરોપી સુરેશ ઉર્ફે સુનિલ ચોટો અગાઉ પણ ૧૯ જેટલા ગુનાઓમાં પોલીસ ચોપડે ચડી ચુકયો હોવાનુ અને પાસા હેઠળ અટકાયત થઈ હોવાનુ જાણવા મળ્યું છે. જ્યારે વધુ એક વાહન ચોરીનો ભેદ ઉકેલવામાં તાલુકા પોલીસ મથકને સફળતા મળી છે. એએસઆઈ ટી.આર.બુહાને બાતમીના આધારે પાટીદાર ચોક પાસેથી પસાર થતા વિમલ નવનીત ભાયાણી નામના શખ્સને રોકી પોકેટ કોપની મદદથી તપાસ કરતા વિમલ ભાયાણીએ એકિટવા ચોરી કર્યાની કબુલાત આપી હતી. પોલીસે રૂા.૪૦ હજારના મુદામાલ સાથે તસ્કરને ઝડપી પાડયો હતો.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here