રાજકોટ: ચાર રીઢા તસ્કરોની પુછપરછમાં ૨૨ ઘરફોડ ગુન્હા આચર્યાની કબુલાત

0
17
Share
Share

રાજકોટ તા.૨૯

થોરાળા વિસ્તારના રામનગરમાંથી ચોરીના અનેક ગુનામાં સંડોવાયેલા ચાર રીઢા તસ્કરોને ક્રાઇમ બ્રાંચના સ્ટાફે ઝડપી લેતા તેને રાજકોટ, વાંકાનેર, મોરબી અને સુરેન્દ્રનગરમાં બંધ મકાન, દુકાન, રેસ્ટોરન્ટ અને વાડી મળી ૨૨ સ્થળે ચોરી કર્યાની કબુલાત આપી છે. ચારેય તસ્કરો પાસેથી પોલીસે ગેસના બાટલા, ટીવી, કુવા પરની મોટર, પંખા, ચાંદીની મૂર્તિ મળી રૂા.૧.૪૧ લાખનો મુદામાલ કબ્જે કર્યો છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ વાંકાનેર મોહસીન ઉર્ફે આસીફ જુસબશા રાઠોડ, થોરાળાના જહાંગીરશા રહીમશા રાઠોડ, થાનનો સમીર ઉર્ફે સલીમ ઉર્ફે શાહરૂખ અલ્લારખા શાહમદાર અને થાનના મિતુલ પ્રવિણભાઇ પરમાર નામના  શખ્સો ચોરીના ગુનામાં સંડોવાયેલાની બાતમીના આધારે ક્રાઇમ બ્રાંચ પીઆમઇ એચ.એમ.ગઢવી, પીએસઆઇ પી.એમ.ધાખડા, હેડ કોન્સ્ટેબલ મયુરભાઇ પટેલ, અમિતભાઇ અગ્રવાત, નગીનભાઇ ડાંગર, કુલદીપસિંહ જાડેજા, સંજયભાઇ રૂપાપરા, પ્રદિપસિંહ જાડેજા અને યોગરાજસિંહ જાડેજા સહિતના સ્ટાફે રામનગર વિસ્તારમાંથી ધરપકડ કરી છે. ચારેય તસ્કરોની પૂછપરછ દરમિયાન ચોટીલા, વાંકાનેર, થાન, રાજકોટ, ધમલપર, લુણસર, જાલી મોરબી, ગંજીવાડા અને બેડી ખાતે ૨૨ જેટલા બંધ મકાન, દુકાન, રેસ્ટોરન્ટ અને વાડીમાંથી પંખા, ટીવી, સબ મર્શીબલ પંપ, પાંચ બાઇક, ગ્રાઇન્ડર મશીન, ટેબલ ફેન, ગેસના બાટલાની ચોરી કર્યાની કબુલાત આપી છે. ચારેય તસ્કરો આ પહેલા પણ ચોટીલા, થાન, વાંકાનેર અને રાજકોટમાં ચોરી કર્યાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે. પોલીસે તેની પાસેથી રૂા.૧.૪૧ લાખની કિંમતના મુદામાલ કબ્જે કરી વધુ ચોરીના ગુનામાં સંડોવાયાની શંકા સાથે પોલીસે ચારેય શખ્સોને રિમાન્ડ પર લેવા તજવીજ હાથ ધરી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here