રાજકોટ: ઘોડા રેસ યોજી જુગાર રમતા ૭ લોકોની પોલીસે ધરપકડ કરી

0
25
Share
Share

રાજકોટ,તા.૧૮

જૂગારના અનેક પ્રકાર હોય છે. રાજકોટમાં મોટે ભાગે ઘોડીપાસા કે તિનપત્તી અને ચકલા પોપટના ચિત્રો પર તેમજ મોબાઇલની એપ્લીકેશન પર જુગાર રમાતો હોવાનો અને તેના કેસ થતાં હોવાનું સામે આવતું રહે છે. પરંતુ આ વખતે નવો જ એક જુગાર સામે આવ્યો છે. મોટે ભાગે ફિલ્મોમાં જોવા મળતું હોય તેવું કુવાડવાના સણોસરા ગમે જોવા મળ્યું હતું. રાજકોટના રેસકોર્ષમાં ઘોડા ફેરવી ગુજરાન ચલાવતાં ચાર શખ્સોએ સણોસરામાં ઘોડા રેસ યોજી જૂગાર રમવાનું ચાલુ કરતાં કુવાડવા પોલીસે દરોડો પાડી ચાર આરોપી તેમજ આ સાથે રેસ જોવા ઉભેલા ૭ લોકોની પણ ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસના જણાવ્યા મુજબ, લોકડાઉન અને અનલોકમાં ઘોડા ફેરવવાનું કામ રેસકોર્ષમાં બંધ રહ્યું, જેથી એક શખ્સે આવી રેસ યોજવાનું નક્કી કર્યુ હતું અને આ અંગે જુગારની શરૂઆત થોડા સમયથી કરી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

સણોસરા ગામ ખાતે એક કિલોમીટર સુધી ઘોડા દોડાવવાની રેસ યોજી અને જે ઘોડો જીતે એના અસ્વારને રૂપિયા ૭૦૦૦ આપવાના એ પ્રકારનો જુગાર રમવાનું ચાલુ કર્યુ હતું. ચારેય આરોપીઓ પર ઘોડાને વધુ પડતા દોડાવી દુઃખ દર્દ આપી એક બીજાને મદદગારી કર્યાનો આરોપ મૂકાયો છે. મહેન્દ્ર અને અબ્બાસ ઘોડા પર બેસી રેસ લગાવતાં હતાં અને બાકીના બે અલી તથા રજાક શરત લગાવતાં હતાં.

પોલીસે ઘોડારેસ માટે આવેલા ચારેય મળી રેસને જોવા ઉભેલા ૭ શખ્સો સહિત અગિયાર લોકો સામે કોરોના વાયરસમાં સોશિયલ ડિસ્ટન્સ ન જાળવી જાહેરનામાનો ભંગ કરવાનો ગુનો અલગથી નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here