રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા રૂ.૧પ લાખના ૧૧૦ મોબાઇલ શોધી કઢાયા

0
30
Share
Share

જીલ્લા પોલીસવડા બલરામ મીણાની સુચનાથી સાયબર સેલના સ્ટાફે કરી કામગીરી : મુળ માલીકને મોબાઇલ પરત કરાયા

રાજકોટ તા. ૧૩

રાજકોટ ગ્રામ્ય  પોલીસના સાયબર સેલ દ્વારા ૧૯ માસ દરમ્યાન ગુમ થયેલા ૧૧૦ મોબાઇલ શોધી કાઢી મુળ માલીકને પરત શોપવામાં આવ્યા છે.

રાજકોટ  જીલ્લામાં તા. ૧/૪/૧૯ થી ૨૯/૧૦/૨૦ દરમ્યાન ગુમ થયેલા મોબાઇલોની મળેલી ફરીયાદના આધારે જીલ્લા પોલીસ વડા બલરામ મીંણાના માર્ગદર્શન હેઠળ સાયબર સેલ  ના પીએસઆઇ એચ.એચ. વાજા અને સ્ટાફ દ્વારા રુ.૧પ લાખની કીંમતના ૧૧૦ મોબાઇલ શોધી કાઢી મુળ માલીકને પરત શોપવામાં આવ્યા છે. તેમજ જીલ્લા પોલીસ વડા બલરામ મીણાએ નાગરીકોને બીલ વગરના મોબાઇલ ન લેવા તેમજ બીનવારસી મળી આવેલા મોબાઇલ નજીકના પોલીસ મથકમાં જમા કરાવી નાગરીક તરીકેની ફરજ નીભાવવા અપીલ કરી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here