રાજકોટ : ગોંડલ ધોરી માર્ગ પર ટ્રેકટર હડફેટે મહિલાને ઇજા

0
29
Share
Share

રાજકોટ તા. ૨૩

રાજકોટ ગોંડલ હાઇવે પર બાઇક લઇને જતા વિપ્ર યુવાનની પત્નીને ચંપલ નીચે પડી જતા ચંપલ લેવા જતા તે વખતે પુરપાટ ઝડપે આવેલા ટ્રેકટર ચાલકે અકસ્માત સર્જીને મહિલાને ગંભીર ઇજા કરી ફરાર થઇ જતા આ અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ છે. મુળ માળીયા હાટીના તાલુકાના જલંધર ગામે વતની અને રાજકોટમાં ગોવર્ધન ચોક ૧૫૦ ફુટ રીંગ રોડ પર માધવ પાર્કમાં રહેતા જીતેન્દ્રભાઇ પ્રેમશંકર જોશીએ નોંધાવેલી પોલીસ ફરિયાદમાં આરોપી તરીકે ટ્રેકટર નંબર જીજે૩૭બી૧૯૩૫ ના ચાલકનું નામ આપ્યું છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ જીતેન્દ્રભાઇ અને તેમના પત્ની કિરણબેન બંને પોતાનું બાઇક નંબર જીજે ૧૧ એજી ૮૨ ૫૨ લઇને રાજકોટ ગોંડલ હાઇવે ઉપર જતા હતા ત્યારે કિરણબેનનું ચંપલ નીચે પડી જતા તે ચંપલ લેવા ગયા હતા અને ચંપલ લઇને આવતા હતા તે વખતે ટ્રેકટર ચાલકે પુરપાટ ઝડપે આવીને કિરણબેનને ઠોકરે ચડાવ્યા હતા જેમાં કિરણબેન ને ગંભીર ઇજા થઇ હતી આ બનાવ બાદ ટ્રેકટર ચાલક ટ્રેકટર લઇને ફરાઇ થઇ ગયો હતો જે અંગે શાપર વેરાવળ પોલીસમાં ગુનો નોંધાયો છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here