રાજકોટ : ગૃહ કલેશથી કંટાળી યુવાનનો ફાંસો ખાઇ આપઘાત

0
20
Share
Share

રાજકોટ તા. ૧૬

શહેરના રૈયા રોડ પર આવેલ હનુમાન મઢી પાસેના રંગ ઉપવન સોસાયટીમાં રહેતા મુસ્લિમ યુવાને પોતાના ઘેર ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં તેના પરિવારજનોમાં અરેરાટી વ્યાપી ગઇ છે. બનાવને પગલે ગાંધીગ્રામ પોલીસે યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડી તપાસ કરતા યુવાને ગૃહ કંકાસથી કંટાળી આ પગલું ભર્યુ હોવાનું બહાર આવ્યું હતું.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ રંગ ઉપવન સોસાયટીમાં રહેતા ફિરોજભાઇ કાસમભાઇ ખીરા નામના મુસ્લિમ યુવાને પોતાના ઘેર ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા ગાંધીગ્રામ પોલીસે ઘટનાસ્થળે દોડી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડી તપાસ કરતા પેન્ટિંગ કામ કરતા ફિરોજભાઇ અને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી હોવાનું અને કેટલાક સમયથી ઘેર પત્ની સાથે અવારનવાર ઝઘડો થતો હોય આ પગલું ભર્યું હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here