રાજકોટ : ગૃહકલેશ બાદ યુવાનનો આપઘાત

0
18
Share
Share

રાજકોટ તા. ર૬

ગાંધીગ્રામ શેરી નં-૫માં એસ કે ચોકમાં રહેતા મુકેશભાઈ રમેશભાઈ  પરમાર (ઉ. વ.૩૮) નામના મોચી યુવાને ગત રાત્રે પોતાના ઘરે પંખાના હુક સાથે દોરી બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતાં ગાંધીગ્રામ પોલીસ મથકના પીએસઆઈ પી.એચ.બુટાણી અને રાઇટર મહેશભાઈ ઘટના સ્થળે દોડી ગયા હતા અને જરૂરી કાર્યવાહી કરી મ્રૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડી તપાસ હાથ ધરી હતી.પ્રાથમિક તપાસમાં મૃતક મુકેશભાઈ બે ભાઇમાં નાના અને રૈયા રોડ પર મોચી કામની દુકાન ચલાવતા હતા તેમને સંતાનમાં બે પુત્ર છે. વધુ તપાસમાં જાણવા મળ્યા મુજબ ગત રાત્રે દંપતી વચ્ચે ઝઘડો થતાં પત્ની પાયલ બેન પુત્રને લઈ જેઠ વિજયભાઇ ના ઘરે ચાલી ગઈ હતી અને  સવારે પરત ઘરે આવી ત્યારે ઘરના દરવાજા ખુલ્લા હતા અને અંદર જઈ  જોતા પતિનો મૃતદેહ લટકતો જોઈ હતપ્રભ બની ગઈ હતી.આ બનાવથી બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી દેતા પરિવારમાં શોકની લગણી છવાઈ જવા પામી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here