રાજકોટ : ખાનગી હોસ્પિટલોમાં ભાવપત્રક લગાડવા કલેકટરનો હુકમ

0
37
Share
Share

વધુ નાણાં પડાવતી હોસ્પિટલ સામેની ફરિયાદ માટે કોંગ્રેસ કાર્યાલયનો સંપર્ક સાધવા અગ્રણીઓની અપીલ

રાજકોટ, તા.૯

બિલાડીની ટોપની માફક ફૂટી નીકળેલી કોવીડ હોસ્પિટલોમાં કોરોનાના નામે પ્રજાની સાથે ઉઘાડી લુંટ થઈ રહી હોવાનો આક્રોશ રાજકોટ કલેકટર સમક્ષ વ્યકત કર્યો હતો અને રાજકોટની જનતા વતી લાગણી પણ પહોંચાડી હતી. તેમ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અશોકભાઈ ડાંગર, પૂર્વ પ્રમુખ મહેશભાઈ રાજપૂત અને ડો.હેમાંગભાઈ વસાવડાએ યાદીમાં જણાવ્યું છે.

તેમજ આ રજૂઆતમાં જણાવ્યું હતું કે હાલમાં કોરોના મહામારીમાં પ્રજાને ડરાવીને લુંટવાનુ કારસ્તાન કરતી હોસ્પિટલોને સરકારે છુટો દોર આપ્યો છે અને પ્રજા પાસેથી પૈસા ખંખેરવા ષડયંત્ર રચ્યું હોવાનુ સ્પષ્ટ દેખાય છે.

હોસ્પિટલો દ્વારા હોટલોમાં કોવીડ હોસ્પિટલો ખોલવામાં આવેલ છે ત્યારે ઓકિસજન, વેન્ટીલેટર, ડીફીબ્રેલેટર, જેવી સુવિધાઓ નથી જે હોટલોમાં રૂા.૮૦૦ માં એસી રૂમ મળતો હોય તેવી હોટલોમાં કોવીડ હોસ્પિટલના નામે રૂા.૮૦૦૦ દર્દી પાસેથી વસુલી રહી છે અને સુવિધાના નામે મીંડું હોય છે.

ત્યારે શહેર કોંગ્રેસ દ્વારા કલેકટરને રજૂઆત કરી હતી અને આવા લુંટ કેન્દ્રો બંધ કરવા માંગણી કરેલ હતી તેમજ સારવાર લઈ રહેલા અને સારવાર લઈ ચુકેલા દર્દીઓના કેસ પર મેડીકલ ઓડીટ કરાવવા અને બીલો પણ ઓડીટ કરાવવા અને બીલો પણ ઓડીટ કરાવવા માંગણી કરવામાં આવેલ હતી તેવી રજૂઆત પરત્વે રાજકોટ કલેકટરે આવી તમામ હોટેલોમાં ચાલતી કોવિડ હોસ્પિટલોમાં ભાવપત્રક લગાડવા અને એક સમાન ચાર્જીસ લેવા સુચનાઓ આપી છે ત્યારે રાજકોટ શહેરના કોઈપણ નાગરિક પાસેથી જો ખોટી રીતે ચાર્જીસ વસુલવામાં આવે અથવા નાણા પાડવવામાં આવતા હોય તો રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના કાર્યાલયે (મો.૭૫૭૫૦૭૬૯૭૭) ફરિયાદ કરવા રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ ડાંગર, પૂર્વ પ્રમુખ મહેશભાઈ રાજપૂત અને ડો.હેમાંગભાઈ વસાવડાએ અનુરોધ કર્યો છે.

 

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here