રાજકોટ : કુચીયાદડ નજીક વિદેશી દારૂની ર૦૪૦ બોટલ ભરેલું ટોરસ ઝડપાયું, ચાલક ફરાર

0
18
Share
Share

રાજકોટ તા. ર૩

રાજકોટમાં સ્થાનિક સ્વરાજની ચુંટણીના મતદાન ગણતરી પૂર્વે શહેમાં કોઇ ગંભીર ધટના ન બને માટે રાજકોટ પોલીસે સતર્ક હતી અને રાત્રી પેટ્રોલીંગ પણ ચાલુ હતુ તેવામાં રાજકોટ એસઓજીની ટીમને ખાનગી રાહે મળેલી બબતને આધારે રાજકોટ-કુવાડવા હાઇવે ઉપર આવેલા કુચિપાદડ ગામના પાટીયેથી પસાર થઈ રહેલા એક ટોરસને રોકવાની કોસીષ કરતા ચાલક ટોરસને રેઢુ મુકી પલાપન થયો હતો જયારે એસઓજીએ ટોરસની ઝડપી લેતા તેમાં એક લાકડાનું બોકસ હતુ જે તોડીને તપાસ કરતાં દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો એસઓજીએ કુલ ૭,૭૨ લાખની ૨૦૪૦ વિદેશી દારૂની બોટલ કબ્જે કરી ચાલક સામે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર એસઓજીના પીઆઈ આર.વાય.રાવલની રાહબરીમાં પીએસઆઈ એમ.એસ.અંસારી વિજેન્દ્રસિંહ ઝાલા અનુરૂદિતભાઈ બુખારી અને હીરાભાઈ ખફીફ કુવાડવા રોડ પર પેટ્રોલીંગમાં હતાં ત્યારે એક ખાનગી રોહે મળેલી બાતમીને આધારે એક રાજસ્થાન પાસીંગના આરજે ૨૦ જીએ ૪૩૨૨ નંબરનાં ટીરસમાં દારૂ હોય જે ટોરસને પકડાયાં કુવાડવા હાઈવે પર કુચિયાદડ પાસે વોચ ગોઠવતાં ટોરસની ચાલક પોલસને જોઈને ટોરસ રેઢુ મુકી પલાયત થયો હતો.

જયારે ફોજદાર અસારીની ટીમ દ્વારા ટીરસની મુકતી લેતાં પ્રથમ તો જોવામાં મળ્યું નહોતું પરંતુ પાછળ પડેલાં લાકડાનુ બોકસ તોડીને તપાસ કરતા તેમાંથી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. બોકસમાંથી દારૂની ૨૦૪૦ બોટલ રૂા. ૭,૭૨,૮૦૦ની મળી ચાલકની શોધ ખોળ શરૂ કરી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here