રાજકોટ: કિસાન સંઘના સભ્યો ઘોડો લઈને કલેકટર કચેરી પહોચ્યા

0
16
Share
Share

રાજકોટ,તા.૨૪

દેશમાં સતત ૧૮માં દિવસે પેટ્રોલ ડિઝલના ભાવમાં ભડકો જોવા મળ્યો છે. જોકે ૧૮ દિવસમાં પહેલી વખત પેટ્રોલથી ડિઝલ મોંઘુ થયુ છે. ડિઝલની કિંમતમાં પ્રતિ લીટર ૪૮ પૈસાનો વધારો થયો છે. છેલ્લા ૧૮ દિવસમાં ડિઝલની કિંમતમાં પ્રતિ લીટરે ૧૦ રૂપિયા ૪૮ પૈસાનો વધારો થયો છે. ત્યારે રાજ્યમાં પણ પેટ્રોલ ડિઝલનાં ભાવમાં વધારો થયો છે. ભાવ વધારાનો કોંગ્રેસ પક્ષ દ્વારા વિરોધ નોંધાયો છે. જેમાં રાજકોટમાં કિસાન સંઘ દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો. જેમાં કિસાન સંઘના સભ્યો ઘોડો લઈને કલેકટર કચેરી પહોચ્યા હતા. સંઘના સભ્યોએ સતત પેટ્રોલ ડીઝલનાં ભાવમાં વધારાનો વિરોધ કર્યો હતો. જોકે આ મામલે કિસાન સંઘના પ્રમુખ દિલીપજી સહિત જેટલા પણ ખેડૂતો હતા તેમની અટકાયત કરવામાં આવી હતી.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here