રાજકોટ : કાર હડફેટે માસુમ બાળકનું મોત

0
19
Share
Share

રાજકોટ તા. ર૮

શહેરનાં  વેલનાથ સોસાયટીમાં રહેતા અને ભક્તિનગર સર્કલ પાસે શાકભાજીની લારી ધરાવતા જગદીશભાઇ સુરેલા સહિતનો પરીવાર શાકભાજીની લારીએ હતો ત્યારે તેમનો પુત્ર વંશ જગદીશભાઇ સુરેલા નામનો દોઢ વર્ષનો માસુમ રમી રહ્યો હતો. તે દરમ્યાન પુરપાટ ઝડપે ધસી આવેલી કારના ચાલકે માસુમ બાળકને ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ઘવાયેલા માસુમને સારવાર અર્થે સિવિલ હોસ્પીટલમાં ખસેડતા ફરજ પરના તબીબે જોઇતપાસી મરણ જાહેર કરતા પરીવારમાં અરેરાટી સાથે શોકની લાગણી પ્રસરી છે.  મૃતક માસુમ એકની એક  બહેનનો એકનો એક નાનો ભાઇ હતો. આ બનાવ અંગે પોલીસે અકસ્માત સજર્નાર કાર ચાલકેની શોધખોળ હાથ ધરી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here