રાજકોટ : કાર હડફેટે બાઈક ચાલકનુ મોત

0
13
Share
Share

રાજકોટ, તા.૨૫

૮૦ ફુટ રોડ પર અજાણ્યા કાર ચાલકે બાઈકને ઠોકરે લેતા ગંભીર રીતે ઘવાયેલા યુવાનનુ મોત નિપજ્યું છે.

માર્કેટીંગ યાર્ડથી મિત્રને મળી પરત ફરતી વેળાએ યુવાનને કાળ ભેટતા પરિવારમાં માતમ છવાઈ ગયો છે. આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ઢેબર કોલોની કવાર્ટર નંબર ૧૭૯ માં રહેતા અને ડ્રાઈવિંગ કરી પરિવારનુ ગુજરાન ચલાવતા શબ્બીરભાઈ નુરમહમદભાઈ રાયકરડા નામનો ૩૨ વર્ષનો યુવાન પોતાનુ જીજે૦૩એફડી ૭૮૯૦ બાઈક પર માર્કેટીંગ યાર્ડ પાસે પોતાના મિત્રને મળી પરત ફરી રહ્યો હતો ત્યારે ૮૦ ફુટ રોડ પાસે ફિલ્ડ માર્શલ કંપની નજીક પહોચ્યો ત્યારે અજાણ્યા કારના ચાલકે હડફેટે લેતા શબ્બીરભાઈ રાયકરડા ગંભીર રીતે ઘવાયા હતા.

ઘવાયેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે મૃત જાહેર કરતા પરિવારમાં માતમ છવાઈ ગયો છે પોલીસે ઘટનાની નોંધ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here