રાજકોટ: કાર ચોરતી આંતરરાજય ગેંગનાં બે શખ્સો રૂા.ર૪.૧પ લાખનાં મુદામાલ સાથે ઝડપાયા

0
18
Share
Share

સેલ્ફ ડ્રાઇવીંગનાં બહાને કાર હંકારી જતા હતા : રાજકોટમાંથી બે કાર ઉઠાવી ગયા હોવાની કબુલાત

રાજકોટ તા. ૮

ટેકનોલોજીનો ઉપયોગ કરી ઓનલાઈન એપ્લિકેશન મારફત ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના ધંધાર્થીઓનો સંપર્ક કરી સેલ્ફ ડ્રાઈવ માટે ભાડેથી કાર જોઈએ છે તેમ કહી કાર હંકારી જનાર આંતરરાજ્ય ગેંગના બે શખ્સોને ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઝડપી લીધા છે.પોલીસે તેની પાસેથી બે કાર તથા ડુપ્લીકેટ આર.સી.બુક લાયસન્સ, આધારકાર્ડ સહિત કુલ રૂ.૨૪.૧૫ લાખનો મુદામાલ માલ કબ્જે કર્યો છે.આરોપીની પૂછપરછમાં રાજકોટમાંથી છેતરપિંડીથી મેળવેલ બે કાર અંગેના ગુનાનો ભેદ ઉકેલાયો છે.

જાણવા મળતી વિગતો મુજબ ક્રાઈમ બ્રાન્ચના પી.આઈ વી.કે. ગઢવીના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ પી.એમ.ધાખડા તથા ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન કોન્સ્ટેબલ અમીતભાઇ અગ્રાવત , કુલદીપસિહ જાડેજા, તથા પ્રદીપસિંહ જાડેજા નાઓને મળેલ હકિકત આધારે ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ દ્રારા ભાડે અપાતી કાર ને સેલ્ફ ડ્રાઇવમા ભાડે લઇ જઇ કાર પરત નહી આપી છેતરપીંડી કરી લઇ જઇ કારને બારોબાર વેંચી નાખવાના રેકેટમાં સંડોવાયેલા બે શખ્સો રાજકોટ તરફ આવી રહ્યા હોવાની બાતમીના આધારે માલિયાસણ નજીકથી આરોપી વિપુલ ઉર્ફે ધીરુભાઇ પરબતભાઇ માંગરોળીયા (ઉ.વ.-૩૫ )રહે. મુંબઇ, વિરાર વેસ્ટ, વિરાટનગર મેઇન રોડ, ચાણકય ચોક, શ્યામ ગાર્ડન એપાટર્મેન્ટ ઇ/૪૦૬, મુંબઇ મહારાષ્ટ્ર મુળ ગામ ચાંપરડા તા.વિસાવદર જી.જુનાગઢ અને દિવ્યેશ મધુભાઇ પટોળીયા રહે. નંદની રેસીડન્સી રામવાટીકા ની બાજુમા વેલંજાગામ, સુરત મુળ રહે. ચાંપરડા ગામ મેઇન બજાર તા. વિસાવદર જી. જુનાગઢને ઝડપી લીધા હતા.

પોલીસે બંને પાસેથી બે કાર,કોરા ચુંટણીકાર્ડ નામ સરનામુ તથા ફોટા વગરના નંગ-૧૦૭ કોરા ડ્રાઇવીંગ લાયસન્સ નામ સરનામા વગરના નંગ-૩૭ કોરી આર.સી.બુક નંગ -૩ કી.રૂ.૦૦/૦૦ કોરા સ્માર્ડ કાર્ડ નંગ-૧૬ આધાર કાર્ડ નંગ-૪ ,આર.સી.બુક નંગ-૭ પાનકાર્ડ નંગ -૩, ચુંટણીકાર્ડ નંગ -૨,એક સ્માટર્ કાર્ડ પ્રીન્ટીંગ કરવાનુ પ્રીન્ટર ,એપલ મોબાઇલ ફોન ૮ સહિત કુલ રૂ. ૨૪,૧૫,૦૦૦/- નો મુદામાલ કબ્જે કર્યો હતો.

આ બાબતે માહિતી આપવા યોજાયેલી પત્રકાર પરિષદમાં વિગતો આપતા પોલીસે જણાવ્યું હતું કે,પકડાયેલા આરોપીઓએ રાજકોટમાં નીલકંઠ ટુર એન્ડ ટ્રાવેલ્સના દર્શનભાઇ અશોકભાઇ પાલા તથા હેપ્પી રાઇડીંગ ટ્રાવેલ્સના રશેષભાઇ ગોવીંદભાઇ કારીયા સાથે કાર ભાડે લઇ જવાના બહાને છેતરપિંડી કરી હતી.જે અંગે તાલુકા અને થોરાળા પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.એક જ રાત્રીના આ બંને કાર લઈ ગયા હતા.

પોલીસે જણાવાયું હતું કે આ આંતરરાજ્ય ટોળકી ઓનલાઈન એપ્લિકેશન મારફત ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ સંચલાકનો સંપર્ક કરી તેમને ભાડેથી કાર જોઈએ છે અને સેલ્ફ ડ્રાઈવ માટે કાર જોતી હોવાનું કહી બાદમાં વાત નક્કી થઈ ગયા બાદ કાર લઇ જઇ રસ્તામાં જીપીએસ સિસ્ટમ કાઢી ફેંકી દેતા હતા.અને આ કાર વેચી નાંખતા હતા.આરોપી દિવ્યેશ મધુભાઇ પટોળીયા સુરત શહેર સરથાણા પોલીસ મથકમાં નોંધાયેલા સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્રારા ૨૪-મોટર ચોરીના ગુન્હા પકડાયો હતો.આ ટોળકીના મુખ્ય સૂત્રધાર અન્ય હોઈ પોલીસે તેને ઝડપી લેવા શોધખોળ શરૂ કરી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here