રાજકોટ : કરિયાણાના દુકાનદારનું ગ્રાહક તરીકે આવતી પરિણીતા પર દુષ્કર્મ

0
18
Share
Share

રાજકોટ તા. ર૧

શહેરનાં મોરબી રોડ પર રહેતી ૩૧ વર્ષીય મહિલાએ બી.ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે મોરબી રોડ પર જ કરીયાણાની દુકાન ધરાવનાર મિત પરેશભાઈ ગણાત્રા (રહે. ઈન્દ્રપ્રસ્થ સોસાયટી, સેટેલાઈટ ચોક, મોરબી રોડ) નું નામ આપ્યું છે.

ફરિયાદમાં પરિણીતાએ વર્ણવેલી હકીકત મુજબ, તેણી અગાઉ સુરત હિરાના કારખાનામાં કામ કરતી હતી.દરમિયાન કારખાનેદાર સાથે આંખો મળી જતાં પ્રેમ થઈ જતાં લગ્ન કર્યા હતા. સંતાનમાં એક દીકરો અને એક દીકરી છે. બે વર્ષ પૂર્વે દંપતિ રાજકોટ રહેવા આવી ગયું હતું.

પરિણીતા અને તેનો પુત્ર મોરબી રોડ ઉપર કરિયાણાની દુકાન ધરાવતા આરોપી. મીતની દુકાને અવારનવાર ચીજવસ્તુઓ લેવા જતા હોવાથી તેની સાથે પરિચય થયો હતો. બાદમાં આરોપીએ તેના પુત્રને ગુમ કરી દેશે અને હેરાન કરી દેશે તથા બદનામ કરવાની તથા જાનથી મારી નાખવાની ધમકી આપી મજબૂર કરી આશરે દોઢેક વર્ષ પહેલાં રેડ રોઝ હોટલમાં અને મેંગો માર્કેટ પાસે અવાવરુ સ્થળે કારમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું.

બનાવ અંગે બી-ડિવિઝન પોલીસના પીઆઈ એમ.બી. ઓસુરા અને મહેશભાઈ રૂદાતલાએ પરિણીતાની ફરિયાદ પરથી મિત ગણાત્રા સામે દુષ્કર્મ તથા ધમકી સહિતની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા શોધખોળ શરૂ કરી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here