રાજકોટ એન્ટી લેન્ડ ગ્રેબીંગના ગુનામાં કોંગી અગ્રણીની જામીન અરજી રદ્દ

0
26
Share
Share

વાવડીની જમીનમાં વિવાદ ઉભો કરી કબ્જો કરવાની કોશીષમાં પિતા-પુત્ર સહિત ત્રણ સામે ગુનો નોંધાયો હતો

રાજકોટ, તા.૨૦

શહેરની ભાગોળે આવેલા વાવડી ગામની જમીનનો વિવાદ ઉભો કરી કબ્જો કરવાની તાલુકા પોલીસ મથકમાં કોંગી અગ્રણી પિતા-પુત્ર સહિત ૩ ગામે લેન્ડ ગ્રેબીંગ હેઠળ નોંધાયેલા ગુનામાં જેલ હવાલે રહેલા પૂર્વ કોર્પોરેટરના પતિની અદાલતે જામીન અરજી ફગાવી દીધી છે.

વધુ વિગત મુજબ શહેરના પ્રદ્યુમનગ્રીન સીટી પાસે રાજયોગ એપાર્ટમેન્ટમાં રહેતા રેનુબેન યોગેન્દ્રભાઈ મહેતાએ વાવડી ગામે રહેતા અને કોંગ્રેસના અગ્રણી કનકસિંહ જાડેજા તેના પિતા મહેન્દ્રસિંહ નટવરસિંહ જાડેજા અને મહાવીરસિંહ, દોલતસિંહ જાડેજાએ વાવડી ગામે આવેલી પોતાની માતા મીનાકુમારીની જમીનમાં  કબ્જો કરી કમ્પાઉન્ડ તોડી ઓરડી બનાવવાનો પ્રયાસ કરી સિકયુરીટી ગાર્ડને ધમકી આપ્યાની તાલુકા પોલીસમાં ફરીયાદ નોંધાવતા પોલીસે લેન્ડ ગ્રેબીંગની કલમ હેઠળ ગુનો નોંધી પિતા-પુત્રની ધરપકડ કરી હતી.

પ્રાથમીક તપાસમાં ફરીયાદીના માતા મીનાકુમારીએ આરોપી કનકસિંહના દાદા સ્વ.નટરવસિંહજી જાડેજા પાસેથી ૧૯૭૧ માં જમીન ખરીદી હતી. જે જમીનની લાગુ ખરાબાની ભરતી ભેણીમાં માંગણી કરતા એ જમીન તેઓના નામે ચડી ગયા બાદ આરોપી દ્વારા જમીનમાં ઘુસી જઈ કબ્જો જમાવવાનો પ્રયાસ કરતા જે અન્વયે કલેકટરને કરેલી અરજી બાદ નવા સુધારાયેલા કાયદા હેઠળ કલેકટરના રીપોર્ટના આધારે ગુનો નોંધવામાં આવ્યો હતો.

તાલુકા પોલીસ મથકના સ્ટાફે પિતા-પુત્રના રીમાન્ડ પૂર્ણ થતા જેલ હવાલે કર્યા હતા જેલ હવાલે રહેલા કનકસિંહે જામીન પર છુટવા અદાલતમાં અરજી કરી હતી. જેમાં બન્ને પક્ષોની રજૂઆત બાદ સરકાર પક્ષે સ્પે.પીપી એસ.કે.વોરાએ તર્કબઘ્ધ કરેલી લેખીત-મૌખીક દલીલો આરોપીએ કાયદાને માન આપ્યુ નથી. જમીન પચાવી પાડી અને ગેરકાનુની કૃત્ય કર્યુ છે તો આવા લોકોને જામીન આપવામાં આવશે તો જમીન સંબંધીત ગુનાઓનુ સમાજમાં દુષણ વધશે જે રજૂઆત ઘ્યાને સ્પે.જજ યુ.ટી.દેસાઈએ કનકસિંહ જાડેજાની જામીન અરજી નામંજુર કરી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here