રાજકોટ : અકસ્માતે ૧૦ માં માળેથી પટકાતા પ્રોફેસરનું મોત

0
9
Share
Share

રાજકોટ, તા.૩૦

શહેરનાં સત્યસાંઈ હોસ્પિટલ પાસે શ્રી રેસીડન્સીમાં રહેતા અને એસ.એન.સ્કુલમાં એડમિન વિભાગમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવતા તુષાર જયપ્રકાશ વાછાણી નામના પ્રૌઢે સાંજના સમયે ગેલેરીમાં વરસાદી પાણી ભરાઈ જતા કરવત વડે પાઈપ કાપી પાણીને નિકાલ કરતા હતા તે દરમિયાન અકસ્માતે ૧૦ માં માળેથી પટકાતા તુષારભાઈ વાછાણીનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતુ બનાવના પગલે પટેલ પરિવારમાં અરેરાટી મચી જવા પામી હતી. તાલુકા પોલીસે ઘટના સ્થળે દોડી જઈ પ્રોફેસરનાં મૃતદેહને પી.એમ. અર્થે ખસેડી અકસ્માત કે આપઘાત અંગે વધુ તપાસ હાથ ધરી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here