રાજકોટ : અકસ્માતે પાણીનાં ટાંકામાં પડી જતા પ્રૌઢાનું મોત

0
13
Share
Share

રાજકોટ, તા.૧૭

શહેરનાં મવડી વિસ્તારમાં ગુરૂપ્રસાદ ચોક પાસે આવેલા અંકુરનગર શેરી નં.૪ માં રહેતા સોનલબેન સુરેશભાઈ હાલાણી (ઉ.વ.૫૧) નામના લોહાણા પ્રૌઢા આજે સવારે પોતાના ઘરે હતા ત્યારે પાણીના ભોં-ટાંકામાંથી પાણી ભરતી વેળાએ અકસ્માતે પાણીના ટાંકામાં પડી ગયા હતા. દરમિયાન ઉપરના માળેથી તેનો પુત્ર સહિતના પરિવારજનો નીચે આવતા ટાંકાનું ઢાકણું ખુલ્લુ હોય અને તપાસ કરતા સોનલબેન પાણીના ટાંકામાં હોય જેથી પરિવારજનોએ તાત્કાલીક બહાર કાઢી તેમને બેભાન હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા પરંતુ ફરજ પરના તબીબે તેને જોઈ તપાસી મરણ ગયાનુ જાહેર કર્યું હતુ.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here