કોરોના કાળમાં ચેપને ફેલાતો અટકાવવા માટે નેશનલ ગ્રીન ટ્રીબ્યુલને આપેલ પરવાનગી
રાજકોટ, તા.૨
દેશ વર્તમાન સમયમાં કોરોનાની માંદગી ફેલાવતા મોજાની બીજી લહેર ચાલી રહી હોવાથી સામાન્ય જનજીવનને પ્રભાવિત કરતા કેટલાક નિર્ણયો કેન્દ્ર સરકરાર કે રાજ્ય સરકાર દ્વારા લાદવામાં આવેલ છે તેમજ કોરોનાને કાબુમાં રાખવા કેટલીક માર્ગદર્શિકાઓ ઘડી તેનો પણ મહદઅંશે અમલ કરવાના પ્રયત્નો સતત ચાલી રહયા છે. અંગ્રેજી વર્ષનો આખરી મહિનો શરૂ થતા ડીસેમ્બરનાં આખરી સપ્તાહ ત્થા ત્યારબાદ શરૂ થનાર નવા અંગ્રેજી વર્ષને વધાવવા જે ઉજવણી થનાર છે તેના પર પણ ભીડ એકત્ર ન કરવા સહિતના પ્રતિબંધો અમલી બનાવાયા છે. નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ દ્વારા ડીસેમ્બરના આખરી દિવસોમાં અથવા નવા વર્ષના વધામણા સમયે માત્ર એક જ કલાક ફટાકડા ફોડવા પરવાનગી આપેલ છે.