રાજકોટશહેરમાં હરતું ફરતું દવાખાનુંઃ મનપા દ્વારા ૫૦ રથ કાર્યરત

0
16
Share
Share

રાજકોટ,તા.૨

કોરોના વાઇરસ સામે લડવા શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારે હોવી ખુબ જ જરુરી છે. માનવ શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ધનવંતરી રથ સેવા કાર્યરત છે. રાજકોટ મહાનગરપાલિકાએ લોકોની સેવામાં ૫૦ ધનવંતરી રથ કાર્યરત કર્યા છે. લોકોને પોતાના ઘર આંગણે જ રોગ પ્રતિકારક શક્તિ વધારતા આયુર્વેદિક ઉકાળા અને આયુર્વેદિક દવાઓ મળી રહે તેવી વ્યવસ્થા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી છે. સાથોસાથ આ રથ દ્વારા જો કોઇ વ્યક્તિને કોરોના વાઇરસના લક્ષણો જણાય તો તેની પ્રાથમિક સારવાર જેવી કે, ઓક્સિજન ટેસ્ટ, એન્ટીજન ટેસ્ટ સ્થળ પર જ કરી આપવામાં આવે છે, અને જો જે-તે વ્યક્તિને વધુ લક્ષણો જણાય તો વધુ સારવાર માટે રીફર પણ કરવામાં આવે છે. મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવતી આ તમામ સેવા સંપૂર્ણ ફ્રી છે, જેનો વધુમાં વધુ લોકો લાભ ઉઠાવે તેવી મ્યુનિ. કમિશનરશ્રી ઉદિત અગ્રવાલે અપીલ કરી છે.

મહાનગરપાલિકા દ્વારા કુલ ૫૦ ધનવંતરી રથ સાથે ૩૪૦ આશા વર્કરો પણ લોકોના ઘરે ઘરે જઈને હેલ્થ ચેકઅપ કરે છે. શહેરમાં પોઝિટિવ નોધાયેલ દદર્ીના સંપર્કમાં આવેલ વ્યક્તિઓના કોન્ટેક્ટ ટ્રેસિંગ કરી ત્યાં ધનવંતરી રથ દ્વારા હેલ્થ ચેકઅપની કામગીરી કરવામાં આવે છે, સંપર્કમાં આવેલ વ્યક્તિનું નિયમિત ટેમ્પરેચર અને પલ્સ ચકાસણી કરવામાં આવે છે. કોરોના સામે લડી શકે તે માટે રોગ પ્રતિકારક શક્તિ વધારતા આયુર્વેદિક ઉકાળા અને આયુર્વેદિક દવાઓ આપવામાં આવે છે. ધનવંતરી રથ એક પ્રકારનું હરતું ફરતું દવાખાનું છે, જેમાં કોરોના અંગેના ટેસ્ટ પણ કરવામાં આવે છે અને વધુ ઉંમર લાયક લોકોનું ડાયાબીટીસ અને બ્લડ પ્રેસર પણ ચેકઅપ કરવામાં આવે છે.

દરેક રથમાં  લડેગા રાજકોટ, જીતેગા રાજકોટ  ઓડિયો ક્લિપ દ્વારા સંદેશો પ્રસાર કરવામાં આવે છે. મહાનગરપાલિકા ઓડિયો ક્લિપના માધ્યમથી લોકોને સંદેશો આપે છે કે, લોકોએ ગભરાવાની જરુર નથી, મહાનગરપાલિકા આપની સાથે છે, કોરોના અંગેના પ્રાથમિક લક્ષણો જણાયે તુર્ત જ મહાનગરપાલિકાનો સંપર્ક કરો જેનાથી કોરોના ચેઈન તુટશે અને કોરોનાનું સંક્રમણ અટકશે.        ૫૦ ધનવંતરી રથ અને ૩૪૦ આશા વર્કરો દ્વારા તા. ૦૧-૦૯-૨૦૨૦ ના રોજ ૧૧૩૭૩ ઘરના ૪૩૯૦૪ વ્યક્તિઓના હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યા હતા,, તેમજ ૨૧૫૫૮ દદર્ીઓનું સ્ક્રીનીંગ કરવામાં આવ્યું હતું જે પૈકી ૬ દદર્ીઓને વધુ લક્ષણો જણાતા રીફર કરવામાં આવ્યા હતા. ચકાસણી દરમ્યાન ૭૦૯ વ્યક્તિઓના સેમ્પલ લેવામાં આવેલ હતા. રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે આયુર્વેદિક ઉકાળાનો ૧૩૫૭૦ લોકોએ અને આયુર્વેદિક દવાનો ૧૦૮૬ લોકોએ લાભ લીધો હતો.     શહેરમાં ચાલતી ધનવંતરી રથ સેવાથી શહેરીજનોમાં ખુબ સારો પ્રતિસાદ મળ્યો છે. લોકોને આ સેવાથી કોરોના સામે લડવા હિમ્મત મળી છે. મહાનગરપાલિકા સંપૂર્ણ ફ્રી સેવા આપતી હોવાથી ગરીબ અને માધ્યમ વર્ગના લોકો પણ આ સેવાનો લાભ ઉઠાવી શકે છે.શહેરમાં કોરોનાને પ્રસરતો અટકાવવા માટે મહાનગરપાલિકા દ્વારા વિવિધ સેવાઓ આપે છે, જેમાં ધનવંતરી રથ, સંજીવની રથ અને ૧૦૪ સેવા રથનો સમાવેશ થાય છે. માત્ર ૧ ફોન કરવાથી દવાખાનું આપના આપની પાસે આવશે. આપના ઘર આંગણે આવીને સારવાર આપવામાં આવશે. લોકો આવી સેવાઓનો વધુને વધુ લાભ મેળવે તેવી અપીલ કરવામાં આવે છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here