રાજકોટમા જૂના સ્ટોન કિલરની હત્યામાં સંડોવાયેલો નેપાળી શખ્સ બોર્ડરથી પકડાયો

0
24
Share
Share

રાજકોટ, તા.૧૨

શહેરમાં સ્ટોન કિલરની હત્યા પ્રકરણમાં નાસી છૂટેલા નેપાળના શખ્સને યુપી પોલીસે ભારત અને નેપાળ બોર્ડર થી ઝડપી લીધો હતો. આ અંગે રાજકોટ પોલીસને જાણ કરતા રાજકોટ પોલીસ ટીમ આરોપીને લઇને રાજકોટ આવવા રવાના થઈ ગઈ છે. શહેરના મવડી પ્લોટ વિસ્તારમાં મહેશ ઉર્ફે હરેશ ઉર્ફે કાળીયો મગન છનુરા (ઉ.વ.૪૯)ની ગત તા.૭ના હત્યા થઈ હતી અગાઉ ૩ હત્યામાં સંડોવાયેલા સ્ટોન કિલર તરીકે જેને પોલીસમાં ઓળખવામાં આવે છે તે મહેશ છનુરાને અજીત ગગન બાબર, વિજયઉર્ફે દુખે રમેશ ઢોલી અને નેપાળના ફરમાન ઉર્ફે નેપાળી એ તા.૪ ની રાત્રીના પથ્થરના ઘા ઝીંકી પતાવી દીધો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું મહેશ કોળી ની હત્યા બાદ માલવિયાનગર પોલીસ અને ક્રાઈમ બ્રાંચે અજીત બાબર અને વિજય ઉર્ફે દુખે ને ઝડપી લીધા હતા જ્યારે ફરમાન નેપાળી હત્યાના બનાવ બાદ ફરાર થઈ ગયો હતો. સ્ટોન કિલર મહેશ કોળી હત્યા કરી નાસી છૂટેલા ફરમાન નેપાળ તરફ ભાગ્યાની માહિતી મળતા ઉચ્ચ પોલીસ અધિકારીઓએ ઉત્તરપ્રદેશ પોલીસ પાસે થી મદદ માગી તમામ માહિતી આપી હતી યુપી નેપાળ બોર્ડર નજીકથી યુપી પોલીસે ત્રણ દિવસ પૂર્વે ફરમાન નેપાળી ઝડપી લીધો હતો. ફરમાન ઝડપાયું જાણો થતાં માલવિયાનગર પોલીસની ટીમ દોડી ગઇ હતી. રાજકોટ પોલીસે શુક્રવારે ફરમાનનો યુપી પોલીસ પાસેથી કબજોમેળવી તેને રાજકોટ લઇ આવવા ત્યાંથી રવાનાથઈ ગયા હતા. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, સ્ટોન કિલર મહેશ ઉર્ફે કાળિયા હત્યા કર્યા બાદ ત્રણેય.આરોપી ફરમાન જે કારખાનામાં કામ કરતા.ત્યાં રોકાયા હતા, બીજા દિવસે અજીત અને.દુબે નાસી ગયા હતા. ફરમાન બે દિવસ સુધી.કારખાનામાં કામ કર્યું હતું જેનાથી તેના પર.કોઈને શંકા ઊઠે નહીં, બે દિવસ બાદ વતન જવાનું કારખાનેદારને કરી નાસી ગયો હતો..સ્ટોન કિલર મહેશ વારંવાર ફરમાન અને વિજય ઉર્ફે દુખે ને ગાળો ભાંડતો હતો અને બંને સ્ટોન કિલર થી કંટાળી ગયા હતા, ત્યાં અજીતે આવીને હત્યાનો પ્લાન કહેતા પોતે તથા વિજયઉર્ફે દુખે તૈયાર થઇ ગયા હતા અને કાવતરું રચી મહેશ ને પતાવી દીધો હતો. પોલીસે ઝડપાયેલા નેપાળી સની વધુ પૂછપરછ શરુ કરી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here