રાજકોટમાં FB દ્વારા છેતરપીંડી કરનાર અબુડીયા-ટબુડીયા ગેંગ ઝડપાઈ

0
11
Share
Share

રાજકોટ,તા.૩૦

ગુનાખોરીની દુનિયામાં અવાર-નવાર રાજકોટ શહેરનું નામ મોખરે રહેતો હોય છે ત્યારે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં અનેક વેપારીઓને ફેસબુકના માધ્યમથી તેમનો સંપર્ક સાધી એક શાતિર ટોળકીએ તેમની સાથે છેતરપિંડી આચરી છે. જો કે પોલીસે આ ટોળકીના ત્રણ જેટલા સભ્યોને ઝડપી પાડી તેમના ગુનાહિત કૃત્ય પરથી પડદો ઊંચકી નાખ્યો છે. રાજકોટની તાલુકા પોલીસ સ્ટેશન ની ટીમે રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં ફેસબુકના માધ્યમથી છેતરપિંડી આચરતા થી અબુડીયા-ટબુડીયા ગેંગને પોલીસે ઝડપી લીધી છે. આ સમગ્ર મામલે એસીપી જે.એસ.ગેડમે પત્રકાર પરિષદ સંબોધિત કરતા જણાવ્યું હતું કે,

તાજેતરમાં રાજકોટના વેપારી અભિષેકભાઈ કણસાગરા નામના વેપારી પાસેથી એક લાખના કાજુ મંગાવી રૂપિયા નહિં આપી છેતરપીંડી આચરી હોવાની ફરિયાદ નોંધાઈ હતી. જે બાદ પોલીસે તપાસ કરતા તપાસના અંતે ત્રણ આરોપીઓ ની ધરપકડ કરી છે. પોલીસે ધરપકડ કરનાર આરોપીઓના નામ છે રમણીક પઢીયાર, રમેશ પઢીયાર તેમજ ભરત પરમાર. પોલીસની પૂછપરછમાં આરોપીઓ એ જણાવ્યું હતું કે,

ત્રણેય આરોપી ફેસબુક ગ્રુપમાં જઈને વેપારીઓના મોબાઈલ નંબર મેળવી તેમનો સંપર્ક કરી મોટા પ્રમાણમાં માલ મંગાવી છેતરપીંડી આચરતા હતા. ભૂતકાળમાં આ ગેંગના સભયો જુદાજુદા ગુના ઓ માં પોલીસ ચોપડે ચડી ચૂક્યા છે. આરોપીઓએ અગાઉ પણ એસી કુલરના ધંધાર્થી સાથે રૂા.૧ લાખની છેતરપીંડી આચરી હોવાની કબૂલાત આપી છે. પોલીસે હાલ ત્રણેય આરોપીઓને કોર્ટમાં રિમાન્ડ માટે ખસેડવાની પ્રક્રિયા હાથ ધરી છે. ત્યારે રિમાન્ડ દરમિયાન પૂછપરછ કરી વધુ ગુનાના ભેદ ઉકેલવા તપાસ હાથ ધરી છે.

 

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here