રાજકોટમાં ૨૫ કેસ નોંધાયા, ૨૪ કલાકમાં ૫ના મોત, પોઝિટિવ કેસની સંખ્યા ૯૮૧૭ થઈ

0
23
Share
Share

રાજકોટતા. ૧પ

૫૪૬ દર્દી સારવાર હેઠળ, ૭ નવેમ્બરે ૨૨૧૫ બેડ ખાલી હતા ૧૪મીએ ૨૧૩૦ જ રહ્યાં

ભાવનગર શહેરમાં આજે ૫ પોઝિટિવ કેસ નોંધાયા અને ૮ દર્દીને ડિસ્ચાર્જ કરાયા

રાજકોટમાં માત્ર ૮ જ દિવસમાં ૮૫ દર્દી ગંભીર બન્યા, દાખલ થવા સંખ્યા વધી

રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં કોરોનાએ ફરી માથુ ઉચક્યું છે. રાજકોટમાં આજે રવિવારે બપોર સુધીમાં ૨૫ કેસ નોંધાયા છે. ૨૪ કલાકમાં ૫ દર્દીના મોત નીપજ્યા છે. કોરોના પોઝિટિવ કેસની સંખ્યા ૯૮૧૭ પર પહોંચી છે. રાજકોટમાં ૫૪૬ દર્દી સારવાર હેઠળ છે. ગઈકાલે શનિવારે ૭૦ દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. રાજકોટમાં ૭ નવેમ્બરે ૨૨૧૫ બેડ ખાલી હતા અને ૧૪મી નવેમ્બરે ૨૧૩૦ બેડ જ ખાલી રહ્યાં છે. જેમાં કોરોના કેર સેન્ટરના દર્દી અલગ છે.

રાજકોટમાં દિવાળીના એક સપ્તાહ પહેલા કોરોનાના કેસમાં ઘણો ઘટાડો આવ્યો હતો. ખાનગી હોસ્પિટલ ખાલી થઈ રહી હતી તેમજ સિવિલમાં પણ માત્ર ૮૦ દર્દી સારવાર લઈ રહ્યા હતા. સમરસ હોસ્ટેલમાં કાર્યરત હોસ્પિટલમાં દર્દીઓ ન રહેતા બંધ કરાઈ હતી. જો કે ફરીથી દર્દીઓની સંખ્યા વધી રહી હોવાનું હોસ્પિટલમાં ઉપલબ્ધ કોવિડ બેડના આંકડાઓ પરથી બહાર આવ્યું છે.

૭ નવેમ્બરની સ્થિતિએ રાજકોટમાં ૨૨૧૫ કોવિડ બેડ ખાલી હતા પણ ૧૪મી સુધીમાં ૨૧૩૦ જ વધ્યા છે એટલે કે માત્ર ૭ જ દિવસમાં આવા ૮૫ ગંભીર કેસ આવતા ખાલી બેડની સંખ્યા ઘટી છે. સામાન્ય રીતે ગંભીર દર્દીઓ કરતા હોમ આઈસોલેશનની સંખ્યા ત્રણ ગણી હોય છે જ્યારે કોવિડ કેર સેન્ટરમાં બમણા હોય છે. દિવાળી બાદ આ સંખ્યા હજુ વધે તેવી પૂરી શક્યતા તંત્રે વ્યક્ત કરી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here