રાજકોટમાં ૨૪ કલાકમાં કોરોનાથી ૧૦ના મોત- વધુ ૩૩ કેસ નોંધાયા

0
12
Share
Share

રાજકોટ,તા.૯

રાજકોટમાં ૨૪ કલાકમાં ૧૦ના મોત થયા છે. જ્યારે બપોર સુધીમાં ૩૩ કેસ પોઝિટિવ નોંધાયા છે. અત્યાર સુધીમાં ૭૦૪૦ કેસ પોઝિટિવ નોંધાયા છે. હાલ શહેરમાં ૯૪૭ દર્દી સારવાર હેઠળ છે. ગુરૂવારે રાજકોટમાં ૧૦૩ દર્દી કોરોના મુક્ત થતાં ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે. જિલ્લા આરોગ્ય અધિકારી ડો.મિતેશ ભંડેરીના જણાવ્યા અનુસાર રાજકોટમાં છેલ્લા દોઢ મહિનામાં પ્રથમ વખત બુધવારે ૨૪ કલાકમાં ૫ મોત નોંધાયા છે.

જે ખૂબ સારી બાબત છે. અત્યારે રાજકોટમાં પ્લેટોની સ્થિતિ છે એટલે કે કેસ સ્થિર થઈ રહ્યા છે અને પછી ઘટાડાનો પણ ટ્રેન્ડ આવશે. તેનો આધાર લોકો પર રહેલો છે જો હજુ સોશિયલ ડિસ્ટન્ટિંગ જાળવવામાં ભૂલ થશે તો કોરોનાનો બીજો રાઉન્ડ આવી શકે છે. બીજો રાઉન્ડ કેવો અને કઈ રીતે સંભવિત છે તેના માટે રાજકોટમાં સીરો સરવે કરવો પણ જરૂરી છે પણ હાલ નહીં આગામી બેથી ત્રણ સપ્તાહ પછી સરવે કરવો યોગ્ય ગણાશે.

આ સરવેના તારણો બાદ કેટલી વસ્તીમાં ઈન્ફેક્શન છે અને બીજા પિકની શક્યતાઓ જોઈ શકાય છે. મવડી મેઇન રોડ પર ઉદયનગર, સ્વાશ્રય સોસાયટી, રૈયારોડ પર ગણેશપાર્ક, બોલબાલા માર્ગ પર ગાયત્રીનગર, એરપોર્ટ રોડ પર સ્વપ્ન સિદ્ધિ પાર્ક, કોઠારિયા રોડ પર દયાનંદનગર, વાણિયાવાડી, ગોવિંદનગર, પોપટપરા વિસ્તારમાં દ્વારકેશ રેસિડેન્સીને માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોન તરીકે જાહેર કરાયા છે.

.

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here