રાજકોટમાં સૌથી ઉંચા ત્રણ બિલ્ડિંગ ૨૨ માળના, એક તૈયાર

0
15
Share
Share

રાજકોટ,તા.૧૮

રાજકોટમાં ૨૨ માળના ત્રણ બિલ્ડિંગ આવેલા છે. ત્રણેય બિલ્ડિંગ ૨૨ માળના છે. જેમાં ટ્‌વીન ટાવર, સિલ્વર હાઈટ્‌સ અને વન વર્લ્ડ ટાવરનો સમાવેશ થાય છે. રાજકોટના ૧૫૦ ફૂટ રિંગ રોડ પર ત્રણેય બિલ્ડિંગ આવેલા છે. જેમાં ટ્‌વીન ટાવર કોમર્શિયલ છે. સૌરાષ્ટ્રનું સૌથી ઉંચુ રેસિડેન્સિયલ બિલ્ડિંગ એટલે સિલ્વર હાઈટ્‌સ તૈયાર થઈ ગયું છે અને તમામ ફ્લેટો બુક થઈ ગયા છે. આ બિલ્ડિંગમાં ૨૨ માળ, ૮૦ મીટર ઉંચાઈ અને ૪-૫ બીએચકેના કુલ ૨૧૮ ફ્લેટ આવેલા છે.

પરંતુ બિલ્ડિંગ બનાવનાર બિલ્ડર મુકેશભાઇએ દાવો કરતા જણાવ્યું છે કે, ગુજરાતનું સૌથી ઉંચાઇ ધરાવતું રેસિડેન્સિયલ બિલ્ડિંગ રાજકોટમાં છે. ૨૨ માળ ધરાવતી આ બિલ્ડિંગમાં ૪૦ સેકન્ડમાં હાઇડ્રોલિક લીફટથી ટોચના માળે પહોંચી શકાય છે. હાલ આ બિલ્ડિંગ પુરી રીતે બની ચૂક્યું છે. ટ્‌વીન ટાવર અને વન વર્લ્ડ ટાવર હાલ અંડર કન્ટ્રક્શન હેઠળ છે. મુકેશભાઇએ વધુમાં જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રનું સૌથી ૨૨ માળનું રેસિડેન્સિયલ બિલ્ડિંગ રાજકોટના ૧૫૦ ફૂટ રિંગ રોડ પર બનાવવામાં આવ્યું છે.

આ રેસિડેન્સિયલ બિલ્ડિંગનું નામ સિલ્વર હાઈટ્‌સ છે. રાજકોટમાં ૧૨ માળના બિલ્ડિંગ સુધીની જ મંજૂરી હતી ત્યારે ૧૯૬૮ની સાલમાં ગેલેક્સી ગ્રુપ દ્રારા સૌ પ્રથમ વખત રેસકોર્સ પાસે ૧૨ માળનું પ્રથમ બિલ્ડિંગ બનાવ્યું ત્યાર પછી સરકારે છૂટછાટ આપી ૪૭ વર્ષ પછી રાજકોટના ૧૫૦ ફૂટ રિંગ રોડ પર આકાર પામ્યું છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here