રાજકોટમાં શાકભાજીના ભાવ આસમાનેઃ ગૃહિણીઓનું બજેટ ખોરવાયું

0
25
Share
Share

રાજકોટ,તા.૧૬

રાજકોટમાં શાકભાજીના ભાવમાં ભડકો થયો છે. ૨૦થી ૨૫ રૂપિયામાં વેંચતા શાકભાજી આજે ૮૦ થી ૧૦૦ રૂપિયા કિલો વેંચાઈ રહ્યા છે. જેની સીધી અસર ગૃહિણીઓના બજેટ પર પડી છે.

શાકભાજીનાં ભાવમાં વધારા પાછળનું કારણ છે અન્ય રાજ્યોમાં પડેલા ભારે વરસાદ છે. જેમાં મહારાષ્ટ્રમાંથી ડુંગળી અને ટામેટા. જ્યારે મધ્યપ્રદેશમાંથી મરચા, ધીસોડા જેવા પાકને વરસાદથી નુકસાન થયું છે. રાજસ્થાન જેવા રાજ્યોમાંથી શાકભાજીની આવક ઘટી છે જેથી શાકભાજીનાં ભાવમાં ભડકો થયો છે.

તો બીજી તરફ શાકભાજીનાં ભાવ આસમાને પહોંચતા ગૃહિણીઓનાં બજેટ ખોરવાયા છે. જોકે સરકાર દ્વારા ભાવને નિયંત્રણ રાખવા માટે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ લગાવ્યો છે તેમ છતાં ડુંગળી ૭૦ થી ૮૦ રૂપીયા પ્રતિ કિલો અને ટામેટા ૬૦ રૂપીયા પ્રતિ કિલો બજારમાં વેંચાઇ રહ્યા છે.

અન્ય રાજ્યોમાં પડેલા ભારે વરસાદને કારણે શાકભાજી અને ડુંગળીની આવક ઘટી છે. જેને કારણે વેપારીઓ માની રહ્યા છે કે, નાસિકની ડુંગળી બજારમાં વેંચાવા નહિં આવે ત્યાં સધી ડુંગળીનાં ભાવમાં વધારો જોવા મળશે.

શાકભાજી       જૂનો ભાવ(પ્રતિ કિલો)  આજનો ભાવ(પ્રતિ કિલો)

બટાકા  ૨૫ થી ૩૦             ૪૦

ડુંગળી  ૨૦ થી ૨૫             ૪૦

ટામેટા  ૪૦ થી ૫૦             ૮૦

કોથમિર        ૧૦૦ થી ૧૫૦          ૨૦૦

રીંગણા ૫૦                     ૮૦

કોબીજ ૨૦                     ૪૦

લીંબુ   ૬૦                     ૧૦૦

ભીંડા   ૪૦                     ૮૦

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here