રાજકોટમાં શહેર ભાજપ દ્વારા 1 મહિનો પ્રશિક્ષણ વર્ગોનું આયોજન

0
22
Share
Share

વર્ગો દરમિયાન નવી મતદાર યાદી-આગામી કાર્યક્રમોથી વાકેફ કરાશે

રાજકોટ, તા.20

નૂતન વર્ષના પ્રારંભે ભાજપ દ્વારા રાષ્ટ્રીય પ્રશિક્ષણ વિભાગની યોજના હેઠળ પ્રદેશ ભાજપની સૂચના મુજબ આગામી સમયમાં મંડળ સ્તરના પ્રશક્ષણ વર્ગોનું આયોજન કરવામાં આવ્યું છે.

તે અંતર્ગત રાજકોટ શહેર ભાજપ દ્વારા આગામી તા.27-11-2020 થી 26-12-2020 એમ એક મહિના સુધી શહેરના તમામ વોર્ડમાં પ્રશિક્ષણ વર્ગો યોજવામાં આવશે. વર્ગોમાં નવી મતદાર યાદી સુધારા બાબતે તેમજ આગામી કાર્યક્રમોની રૂપ્રેખાથી સૌને વાકેફ કરાશે તેવું શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, દેવાંગ માંકડ, જીતુ કોઠારી અને કિશોર રાઠોડે સયુંકત રીતે જણાવ્યું છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here