રાજકોટ, તા.૧૩
રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડએ શહેરીજનોને મકરસંક્રાંતિ પર્વની શુભેચ્છા આપતા જણાવ્યું છે કે સૌનો પ્રિય તહેવાર એટલે ઉતરાય. આપણા દેશમાં રાષ્ટ્રીય, સામાજીક અને ધાર્મિક એમ ત્રણ પ્રકારના તહેવારો વર્ષ દરમિયાન ઉજવાય છે. તેમાં ઉતરાયણને આપણે સામાજિક તહેવાર કહી શકીએ કેમ કે સમાજના નાના-મોટા, અબલા-વૃઘ્ધ, સ્ત્રી અને પુરૂષ, શ્રીમંત અને ગરીબ, દરેક સમાજના લોકો માટે આ તહેવારોનું પોતપોતાની રીતે આગવું મહત્વ છે. ગુજરાતમાં તો આ તહેવાર ધામધુમથી ઉજવાય છે. ઉતરાયણના દિવસે સૂર્ય મકરવૃત તરફ ગમન કરે છે સંક્રાંત થાય છે એ ઉપરથી આ તહેવારનું નામ મકરસંક્રાતિ પડયુ છે.
રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડે જણાવ્યું હતુ કે આ પર્વને હર્ષોઉલ્લાસ સાથે માણવો જોઈએ. જીવન થકી ઉત્સવ છે. ઉત્સવ માટે જીવન નથી. ઉતરાયણએ મહાદાનનુ પર્વ અને જીવહિંસા ન થાય તે ઘ્યાને રાખી ચાલો આપણે સૌ ભારતીય સંસ્કૃતી અનુસાર આ સામાજીક ઉત્સવને સહપરિવાર માણીએ અને નાના ભુલકાઓનુ આપણે સૌ ઘ્યાન રાખીએ. એમ અંતમાં રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડે શહેરીજનોને હાદિર્ક અપીલ કરી હતી.